1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં સુજલાભ સુફલામ જળ સંયચ યોજનાનો તા. 1લી એપ્રિલથી થશે પ્રારંભ
ગુજરાતમાં સુજલાભ સુફલામ જળ સંયચ યોજનાનો તા. 1લી એપ્રિલથી થશે પ્રારંભ

ગુજરાતમાં સુજલાભ સુફલામ જળ સંયચ યોજનાનો તા. 1લી એપ્રિલથી થશે પ્રારંભ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો ચોથો તબક્કો તા.1લી એપ્રિલથી શરૂ થશે. મુખ્યમંત્રીએ રાજ્યના જળસંપત્તિ વિભાગને આગામી તા.1 એપ્રિલથી તા.31મી મે સુધી રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવા મંજૂરી આપી છે. આ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા કરવામાં આવશે. આ ઉપરાંત હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જિવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2018થી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ સ્ત્રોતની સાફ-સફાઇ અને વૃદ્ધિ કરવાના કામોમાં 16,170 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, 8107 ચેકડેમ અને 46ર જળાશયોના ડિસીલ્ટીંગ, રર39 ચેકડેમના રિપેરીંગ, પ68 નવા તળાવોનું નિર્માણ અને 1079 નવા ચેક ડેમ મળીને કુલ 41,488 કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 38,3ર3 કિ.મી. લંબાઇમાં નહેરોની અને પ113 કિ.મી. લંબાઇમાં કાંસની સફાઇ કરવામાં આવેલી છે. આ બધા જ કામોની સફળતાને પગલે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 4ર,064 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. સુ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલા આ કામો અને સારા વરસાદને પગલે રાજ્યમાં વિશાળ જળસંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code