1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાનું સંકટ ઘેરાયું : આણંદના સારસા ગામમાં તા. 16 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
કોરોનાનું સંકટ ઘેરાયું : આણંદના સારસા ગામમાં તા. 16 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાનું સંકટ ઘેરાયું : આણંદના સારસા ગામમાં તા. 16 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના સારસા ગામમાં આજથી તા. 16મી માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે દુકાનો સવારે 11 કલાક સુધી ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી રાજ્યનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તેમજ પડોશી રાજ્યોની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ લોકોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટના કેમ્ય શરૂ કરવામાં આવ્યાં છે.

દરમિયાન સારસા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો છે. આ લોકડાડાઉન આજથી આગામી 16 માર્ચ સુધી રખાશે લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટેની છૂટ આપવામાં આવી છે. તો ખરીદી કરવા આવનારે માસ્કનો ફરજીયાતપણ ઉપયોગ કરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. તેમજ સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code