વિટામીન્સ અને મિનરલ્સથી ભરપુર તરબૂચ હ્દયને પણ સ્વસ્થ રાખે છે – જાણો તરબૂચ ખાવાના અનેક ફાયદા
- તરબૂચ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુરહોય છે
- તરબૂચ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે
આમતો ઉનાળો આવતા જ તરબૂચ ખાવાનું મન થતું હોય છે. તરબૂચ પાણીદાર ફળોમાંનું એક ફળ છે જેને ખાવાથી પાણીની તરસ પણ છીપાઈ જાય છે સાથે સાથે શરીરમાં એનર્જી પુરતા પ્રમાણમાં મળે છે, ખાસ કરીને તરબૂચમાં વિટામીન્સ અને મિનરલ ભરપુર પ્રમાણમાં હોય છે
તરબૂચ ખાવાના અનેક ફાયદા
1 તરબૂચ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, તરબૂચ ખાવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ બનતું અટકે છેઅને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.
2 તરબુચ ખાવાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને તેના પરિણામે રક્તવાહિનિઓમાં ચરબીયુક્ત પદાર્થ ઓછા એકઠા થાય છે.
3 તરબૂચમાં અંદાજે ૯૨ ટકા પાણીસમાયેલું હોય છે. – કહેવાય છે કે સૌ પ્રથમવાર તરબૂચની લણણી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ઈજિપ્તમાં થઈ હતી.
4 તરબૂચમાં સ્વાસ્થ્ય માટે ગુણકારી વિટામિન, મિનરલ્સથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદેકારક છે. તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલ નથી હોતો. તરબૂચમાં ફાઈબર અને પાણીનું વધુ પ્રમાણ હોવાને લીધે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે.
5 તરબૂચ શરીરના પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. તરબૂચમાં વિટામિન-એ, બી૬ તેમજ વિટામિન-સી હોય છે. અસ્થમા, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર જેવી કેટલીય બીમારીઓ સામે તરબૂચ ખાવાથી રક્ષણ મળે છે.
6 આ સાથે જ તરબૂચ ખાવાથી ફાઈબર અને પોટેશિયમને કારણે પણ તે શરીર માટે ઉત્તમ છે. રોગ સામે લડવા માટે તરબૂચ ખાવું અત્યંત જરૂરી છે.
સાહિન-