સૌરાષ્ટ્રમાં ભાદર ડેમના 29 દરવાજા નવા મુકવાની કામગીરી શરૂ
અમદાવાદઃ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમના દરવાજા બદવામાં આવશે. રૂ. 2 કરોડના ખર્ચે ડેમના 29 દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2015માં આવેલા પૂરમાં ડેમના 3 દરવાજાને નુકશાન થયું હતું. લગભગ 66 વર્ષ બાદ ડેમના દરવાજા બદલવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ-કચ્છમાં 140 જેટલા ડેમ આવેલા છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ડેમમાં ભાદર ડેમનો સમાવેશ થાય છે. તેમજ ભાદર ડેમમાંથી અનેક ગામોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરી પાડવામાં આવે છે. દરમિયાન ભાદર ડેમના 29 દરવાજા બદલવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ભાદર ડેમના આ તમામ દરવાજાઓએ 66 વર્ષ સુઘી અનેક આપત્તિનો સામનો કર્યો છે.
2015માં આવેલા અતિભારે પૂર સામે ભાદર ડેમના 3 દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા ડેમના તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ભાદર ડેમના 29 દરવાજા રૂ. 2 કરોડના ખર્ચે બદલવામાં આવશે.