જમ્મુમાં આગામી મહિનામાં સચિવાલય સહિતની સરકારી કામગીરી બંધ કરી કાશ્મીર લઈ જવાશે – પેપરલેસ પોલીસીની કવાયત ઝડપી બનાવાઈ
- જમ્મુ-કાશ્મીરમાં સરકારી કામગીરીમાં પેપરલેસ પોલીસીનો કરાશે અમલ
- સરકારી વહીવટ જમ્મુ કાશ્મીર આવનારા મહિનાથી લઈ જવાશે
શ્રીનગર – રાજધાની જમ્મુમાં આવતા મહિને સરકારની કોર્ટ બંધ કરવામાં આવશે. આ સાથે જ મે મહિનાના પહેલા અથવા બીજા સોમવારે શ્રીનગરમાં કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે કાર્યવાહીમાં ઓછામાં ઓછા રેકોર્ડની રવાનગી થશે, આ માટે પેપરલેસ દરબાર મૂવની કવાયત નાગરિક સચિવાલય અને સચિવાલયની બહારથી કાર્ય કરી રહેલા 47 મૂવ કાર્યાલયોમાં કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ જમ્મુમાં 23 અથવા 30 એપ્રિલના રોજ કોર્ટ બંધ રહેશે. સિવિલ સચિવાલય સહિત દરબાર મૂવની તમામ કાર્યાલયો શ્રીનગરમાં 3 કે 10 મેના રોજ ખુલશે. આ સિવાય ઉપરાજ્યપાલથી લઈને મુખ્ય સચિવ સ્તરે ચર્ચાઓનો તબક્કો શરુ રહેશે . માર્ચના અંતિમ અઠવાડિયામાં દરબાર બંધ થવાની અને શ્રીનગરમાં ખુલવાની તારીખ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે,નાગરિક સચિવાલયની બહાર 47 મૂવિંગ કાર્યાલયોના રેકોર્ડના ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ થશે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગના સચિવ મનોજકુમાર દ્વિવેદીએ પણ આદેશો જારી કર્યા છે.
દરબાર મૂવ ઓફિસોમાં ફાઇનાન્સ કમિશનર રેવન્યુ, સીઆઈડી ઓર્ગેનાઇઝેશન, પોલીસ કચેરીના મહાનિદેશક, મુખ્ય સંરક્ષક, હિસાબ વિભાગના ડાયરેક્ટર જનરલની કચેરી, કસ્ટોડિયન જનરલની કચેરી, યુવા, સેવાઓ અને રમતગમત વિભાગના ડાયરેક્ટર જનરલનો સમાવેશ થાય છે. ,માહિતી નિયામક, તકનીકી શિક્ષણ નિયામક, શ્રમ આયુક્ત કચેરી વગેરે સામેલ છે.
જમ્મુથી શ્રીનગર દરબાર મૂવ કરવાના સમયે, ઓછામાં ઓછા રેકોર્ડ ટ્રકો વગેના માધ્યમથી મોકલવામાં આવશે,આ માટે સરકાર ડિજિટાઇઝેશનના કામ માટે આગ્રહ કરી રહી છે. નાગરિક સચિવાલયમાં ડિજિટાઇઝેશનનું કામ પણ અડધાથી વધુ થઈ ચૂક્યું છે.
સાહિન-