એપ્રિલમાં ભારતના પ્રવાસે આવશે બ્રિટિશ PM બોરિસ જોનસન, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પર થઇ શકે ચર્ચા
- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ મહિનાના અંતમાં કરશે ભારતનો પ્રવાસ
- Brexit બાદ જોનસનનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે
- બ્રિટનના વડાપ્રધાન તરફથી ભારત પ્રવાસની પુષ્ટિ બે પ્રવાસ રદ થયા બાદ થઇ છે
નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. અહીંયા મહત્વની વાત એ છે કે, Brexit બાદ જોનસનનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ પહેલા ગણતંત્ર દિવસના અવસરે મુખ્ય અતિથિ તરીકે તેઓ ભારત આવવાના હતા, પરંતુ કોરોના વાયરસના કેસ વધવાના કારણે તેઓ ભારતનો પ્રવાસ રદ કરી દીધો હતો.
મીડિયા અહેવાલ અનુસાર વડાપ્રધાન બોરિસ જોનસસના કાર્યાલયના હવાલાથી તેમના પ્રવાસની જાણકારી આપી છે. સરકારનું કહેવું છે કે તેઓ આગામી વર્ષો માટે સરકારની નીતિની એકીકૃત સમીક્ષાના હિસ્સાના રૂપમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે.
બ્રિટનના વડાપ્રધાન તરફથી ભારત પ્રવાસની પુષ્ટિ બે પ્રવાસ રદ થયા બાદ થઇ છે. આ દરમિયાન બ્રિટનમાં કોવિડ-19ના કેસ વધવાને કારણે જોનસને ભારતનો પ્રવાસ રદ કરી દીધો હતો. જાન્યુઆરીમાં બંને દેશોની વચ્ચે કારોબારની ચર્ચા વધારવાના ઇરાદાથી પહોંચી રહ્યા હતા.
ગત મહિને બ્રિટને કોમ્પ્રેહેંસિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)માં સામેલ થવા માટે ઔપચારિક અનુરોધ કર્યો છે. સાથોસાથ દેશે એસોસિએશન ફોર સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની મંત્રણામાં ભાગીદાર બનવા માટે પણ વિનંતી કરી છે.
(સંકેત)