છેલ્લા કેટલાક મહિનાથી વિલંબીત થયેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીની છેવટે જાહેરાત થઈ
- આ ચૂંટણી 25 એપ્રિલે યોજાશે
- ચૂંટણીના પરિણામો 27 એપ્રિલે જાહેર કરાશે
અમદાવાદ – ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે પણ સભ્યો ચૂંટાયા હતા અને તેની મર્યાદા વિતેલા 6 મહિના પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી. વિતેલા છેલ્લા 6 મહિનાથી તંત્ર દ્રારા ચૂંટણી કરવામાં આવી જ નહોતી, ત્યારે હવે આટલા સમયગાળા બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે બોર્ડના સચિવ અને ચૂંટણી અધિકારી ડી.એસ. પટેલે જણાવ્યું છે કે, આવનારા મહિનાની 25 એપ્રિલના રવિવારે આ માટેનું મતદાન યોજવામાં આવશે. આ સાથે જ બે દિવસ બાદ એટલે કે,27 એપ્રિલના મંગળવારે મત ગણતરી પણ કરી દેવામાં આવશે અને પરિણામો જાહેર કરાશે.
આ મામલે ચૂંટણી જાહેરાત કરવાની સાથે બોર્ડ દ્વારા મતદાર યાદી પ્રસિધ્ધિ અને અધ્યક્ષની જાહેર નોટિસ પણ આજે રજૂ કરવામાં આવી છે. આજથી ચૂંટણીનું જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે. આવતી 3 એપ્રિલ બપોરના રોજ 3 વાગ્યા સુધી આ બાબતે ફોર્મનો સ્વીકાર કરાશે, આ સાથે જ બીજા દિવસ એટલે કે 4 તારીખના રોજ ફોર્મની તપાસ થયા બાદ 5 એપ્રિલના રોજ જુદા જુદા સંવર્ગવાર નોંધાવામાં આવેલા ઉમેદવારોની યાદીની જારી કરાશે.
આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે ઉમેદવારીપત્રો મેળવવા માટે જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી અને બોર્ડની કચેરીએથી આવનારી 24 માર્ચથી લઈને 2 એપ્રિલ સુધી ફોર્મ પ્રાપ્ત કરી શકશે.
સાહિન-