- કોરોન વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી
- પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આપ્યો મહત્વનો સંદેશ
- નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં લાવવું આવશ્યક: PM મોદી
નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને મહત્વનો સંદેશ આપ્યો અને કહ્યું હતું કે નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં લાવવું આવશ્યક છે. આથી નાના શહેરોમાં ટેસ્ટિંગનો વ્યાપ વધારવો પડશે.
हमें छोटे शहरों में टेस्टिंग को बढ़ाना होगा।
हमें छोटे शहरों में "रेफरल सिस्टम" और "एम्बुलेंस नेटवर्क" के ऊपर विशेष ध्यान देना होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2021
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે તેની કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. જેને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગત સપ્તાહ કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. કેન્દ્રીય ટીમે જણાવ્યું કે મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યું છે અને સંક્રમણને રોકવા માટે કારગર ઉપાય અજમાવવાની જરૂર છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું રિપ્રોડક્શન નંબર કે આર નંબર 1.34 છે. આર નંબરનો અર્થ છે એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે કે વાયરસ ફેલાવવાની ક્ષમતા કેટલી છે. જો આ નંબર એકથી વધુ હોય તો મહામારી વધવાની આશંકા વધુ રહે છે.
(સંકેત)