વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન કરાશે – આ રાજ્યોના પ્રવાસીઓને મળશે લાભ
- વૈષ્ણોદેવી જનારા પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન
- 21 માર્ચ રવિવારથી કટરા માટેની બે વિશેષ ટ્રેનો શરૂ
દિલ્હી – શ્રી માતા વૈષ્ણો દેવી કટરાની મુલાકાતે આવનારા ભક્તોને રેલ્વેએ મોટી ભેટ આપી છે.આવનારી 21 માર્ચ એટલે કે રવિવારથી કટરા માટેની બે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જેમાં નવી દિલ્હી અને વારાણસીથી એક-એક ટ્રેન શરુ કરવામાં આવશે .આજ સમયગાળા દરમિયાન જમ્મુથી તિરૂપતિ માટે હમસફર સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 6 એપ્રિલથી શરૂ કરવામાં આવી રહી છે.
આંતરરાજ્ય બસ સેવા બંધ થતાં બહારના રાજ્યોથી આવનારા પ્રવાસીઓ માટે ટ્રેન એકમાત્ર યોગ્ય વિકલ્પ છે. શ્રી માતા વૈષ્ણો દેવી માટે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ બે વિશેષ ટ્રેનો દાડાવવાનો નિર્મય લીધો છે.
શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-વારાણસી વચ્ચેની વિશેષ ટ્રેન 21 થી 30 માર્ચ સુધી સંચાલીત રહેશે. ટ્રેન બંને તરફથી બે બે ફેરા લગાવશે. 04608 કટરા-વારાણસી અઠવાડિયાના એક દિવસ રવિવારે 21 થી 28 સુધી ચાલશે. ટ્રેન કટરાથી સાંજના 6:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 10: 15 વાગ્યે વારાણસી પહોંચશે. તે જ સમયે, ટ્રેન નંબર 04607 તા .23 થી 30 માર્ચે ગુરુવારે વારાણસીથી કટરા તરફ દોડશે.
02445-02446 નવી દિલ્હી – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા દરરોજ 20 થી 31 માર્ચ દરમિયાન સંચાલીત રહેશે. આ ટ્રેન બંને તરફથી 11-11 ટ્રિપ કરશે. 02445 નવી દિલ્હી – કટરા દરરોજ 20 થી 30 એપ્રિલ સુધી સંચાલીત રહેશે, જ્યારે 02466 કટરા – નવી દિલ્હી દરરોજ 21 થી 31 સુધી ચાલશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે.
જમ્મુ-તિરૂપતિ હમસફર એક્સપ્રેસ ટ્રેન 6 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ ટ્રેન દરોજ પાટા પર દોડશે. ટ્રેન બંને તરફ 13 સ્ટેશનો પર અટકશે. 02277 તિરૂપતિ-જમ્મુ સપ્તાહમાં એક દિવસ 6 એપ્રિલ, મંગળવારે સંચાલીત થશે.
તો બીજી તરફ 02278 જમ્મુ તાવી – તિરૂપતિ 9 એપ્રિલથી અઠવાડિયાના એક દિવસ શુક્રવારે સંચાલીત થશે. આ સાથે, ટ્રેન નંબર 02558-02587 જમ્મુ-ગોરખપુર 3 જુલાઈ સુધી ચાલશે. બીજી તરફ, ટ્રેન નંબર 05097- 05098 ભાગલપુર-જમ્મુ તાવી 1 જુલાઇ સુધી ચાલશે.
સાહિન-