ઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચન શક્તિ બને છે મજબૂત અને ગરમીમાં થાય છે રાહત
- ગરમીમાં દહીંનું સેવન ફાયદા કારક
- દહીંથી પ્રાચન શક્તિ મજબૂત બને છે
દહીં – આપણે જાણીએ છીએ કે દહીંને માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી પ્રાચીન કાળથી ગણવામાં આવે છે, એમાં પણ જો ભરઉનાળે દહીંનુ સેવન કરવામાં આવે તો લૂ લાગતી નથી, તો તેની સાથે જ દિવસ દરમિયાન લાગેલી ગરમીમાં શરીરની અંદર રાહત થાય છે, આ સાથે જ ઉનાળાની ગરમીમાં ભોજનમાંથી રુચી ઓછી થાય છે ત્યારે એક બાઉલ દહીંને ભોજનમાં સામેલ કરી લેવું જોઈએ, ઉલ્લેખનીય છે કે,દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ સમાયેલું હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીથી રાહત આપે છે.
દહીં ખાવાના ફાયદા
- એક વાટકી દહીમાં ઘણા પ્રકારના મિનરલ્સ સમાયેલા હોય છે જે શરીર માટે ફાયદા કારક છે
- .ઉનાળાના સમયે બપોરના ભોજનમાં દહીં ખાવાથી ગરમીમાં રાહત પણ મળે છે
- દહીં ખાવાથી પેટની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે
- દરરોજ દહીંનું સેવન કરવાથી શરીરમાં પ્રોબાયોટીકની માત્રામા્ં વધારો પણ થાય છે. જે આંતરડાને સુરક્ષિત રાખવામાં મદદરુપ થાય છે
- દહીંના સેવનથી ગરમીમાં થતી બીમારી , ઝાડા આ પેટનો દૂખાવો વગેરેમાં રાહત થાય છે
- વેઈટ લોસ કરવા ઈચ્છતા હોવ તો દહીં ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. દહીં માં કેલ્શિયમ ની વધારે માત્રા હોય છે. જો દહીં નિયમથી ખાવામાં આવે તો વજન પણ કંટ્રોલમાં રહે છે.
- દહીં ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ બરાબર રહે છે. દહીંમાં હાજ઼ર રહેલા બેકટેરિયા બીમારીથી લડવા માટે મદદ કરે છે.
- મોં વારંવાર આવતું હોય અથવા તો માં માં છાલા પડતા હોય તે લોકો માટે દહીંનું સેવન ઉત્તમ ગણાય છે, જેનાથી મોઢામાં ઠંડક મળે છે અને મોની ગરમી સોસી લે છે
- આ સાથે જ ભર ઉનાળે બપોરના તાપમાં દહીંમાં ખાંડ અથવા તો સાકર નાખીને ખાવાથી પેટમાં ઠંડક પ્રાત્પ થાય છે.
સાહિન-
tags:
Yogurt