- નવી દિલ્હીની નવી જર્સી
- નવી જર્સીમાં રંગોનું મહત્વ
- નવી જર્સી બ્લુ કલરની છે
મુંબઈ: 14 મી સીઝનની શરૂઆત પહેલાં આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સએ ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. નવી દિલ્હીની ટીમ આઈપીએલ 2021 માં ન્યુ જર્સીમાં જોવા મળશે. મતલબ કે,વલણ જૂનું હશે,પરંતુ આ ટીમનો લૂક અને અંદાજ નવો હશે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિક JSW-GMR એ નવી જર્સીના રંગમાં થોડો બદલાવ કર્યો છે. અને આ નવી જર્સી બ્લુ કલરની છે.
સોશિયલ મીડિયા પર જર્સીનું અનાવરણ કરતા દિલ્હી કેપિટલ્સના સીઈઓ વિનોદ બિષ્ટએ ફ્રેન્ચાઇઝીના કેટલાક ચાહકોને પણ આમંત્રણ આપ્યું હતું. બિષ્ટએ તેની સાથે આઈપીએલ 2021 માં ટીમ સાથે જોડાયેલી ઉમ્મીદો વિશે પણ ચર્ચા કરી હતી. આ ચાહકોએ ખેલાડીઓ પહેલાં નવી જર્સી જોઇ. જો કે એ લોકો ત્યારે ચોંકી ગયા,જયારે તેમણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને ઓપનર શિખર ધવનને વીડિયો કોલ પર જર્સીના લોકાર્પણ દરમિયાન લાઇવ જોયા.બંને ખેલાડી નવી જર્સીના રંગ અને ડીઝાઇનથી પ્રભાવિત જોવા મળ્યા હતા.આ સાથે જ તેમણે ચાહકો સાથે પણ વાત કરી હતી.
ફ્રેન્ચાઇઝીએ જર્સીને લોન્ચ કરતા કહ્યું કે, તેમાં બ્લુ રંગ આપણી સ્થિરતા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે.તેમાં હાજર લાલ રંગ આપણી એનર્જી,મહત્વકાંક્ષા અને આક્રમકતાને બતાવે છે.જર્સીમાં બ્લુ કલરની ઊંડી છાપ છે.આ સિવાય જર્સી પર ટાઇગરના વાળની જેમ પટ્ટાઓ પણ છે, જે તેને લૂકમાં વધુ આશ્ચર્યજનક બનાવે છે.
આઈપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સ પોતાના અભિયાનની શરૂઆત 10 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ સાથે કરશે.તો,ગ્રુપ સ્ટેજ પર આ ટીમ તેની છેલ્લી મેચ 23 મેના રોજ કોલકાતામાં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે. મુંબઈની ગ્રુપ સ્ટેજ પર પહેલી 3 મેચ રમ્યા બાદ દિલ્હીની ટીમ ચેન્નઈમાં 2 મેચ રમશે. તે પછી આગામી 4 મેચ અમદાવાદમાં અને ત્યારબાદ બાકીની 5 મેચ કોલકતામાં રમાશે.
-દેવાંશી