વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2021 – ફિનલેન્ડ સૌથી ખુશખુશાલ દેશ બન્યો, ભારત આ મામલે 139માં સ્થાને
- વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2021 જારી
- ભારતનો 149 દેશોમાં 139મો નંબર
- પ્રથમ સ્થાન પર ફિનલેન્ડ
દિલ્હી – હેપ્પીનેસ રિપોર્ટ કે જેમાં કયો દેશ કેટલા પ્રમાણમાં ખુશખુશાલ રહે છે તે બાબતે અનેક દેશોને ક્રમ આપવામાં આવે છે,ત્.યારે આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્ર મારફત વિતેલા દિવસને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ-2021માં 149 દેશોને આવરી લેવાયા છે જેમાં ભારતે139મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વિતેલું વર્ષ આખુ કોરોનાના ડરમાં પસાર થયું છે, અનેક મુશ્કેલીઓ અને અનેક ભય વચ્ચે લોકો જીવી રહ્યા હતા,આ તમામા બાબાત આ હેપ્પીનેસ રિપોર્ટ પર હાવિ થયેલી જોઈ શકાય છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે પણ પોતાને ખુશ રાખનારા દેશોના લીસ્ટમાં ભારતનો ક્રમ ઘણો નીચો રહ્યો છે.સંયુક્ત રાષ્ટ્રે શુક્રવારે જાહેર કરેલ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ વર્ષ 2021માં ભારતને 149 દેશમાંથી 139મું સ્થાન મળ્યું છે.
ત્યારે આ રિપોર્ટમાં ફિનલેન્ડ ટોપમાં ચમક્યું છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્ર સ્થાયી વિકાસ ઉપાય નેટવર્ક તરફથી રજુ કરવામાં આવ્યો છે અને તેમાં કોરોનાની લોકો પર જે અસર પડી છે તેના પર ખાસ નોંધ લેવામાં આવી છે. જો કે તેના પાછલા વર્ષની સરખામણીમાં ભારત એક સ્થાન આગળ આવ્યું આ પહેલા ભારતનો આ મામલે 140મું સ્થાન હતું.
ફિનલેન્ડ વિશ્વમાં હેપ્પી દેશોની યાદીમાં સૌથી ઉચ્ચ સ્થાન ધરાવે છે. આ પછી આઈસલેન્ડ, ડેનમાર્ક, સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, સ્વીડન, જર્મની અને નોર્વેનોનો નંબર આવે છે.
સાહિન-