- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) ટોરોન્ટોમાં વડુ મથક ધરાવતી અને તેલંગાણામા 50 MWની કાર્યરત સોલાર એસેટ ધરાવતી સ્કાય પાવર ગ્લોબલના સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (SPV)નો 100 ટકા હિસ્સો હસ્તગત કરવાના સુનિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે
- આ હસ્તાંતરણ સાથે (AGEL)ના 14,865 MWના એકંદર રિન્યુએબલ પોર્ટફોલિયોમાં ઓપરેટીંગ રિન્યુએબલ ક્ષમતા 3,395 મેગાવૉટ થશે
અમદાવાદ તા. 20 માર્ચ, 2021: ભારતની સૌથી મોટી રિન્યુએબલ્સ કંપનીઓમાં સમાવેશ પામતી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) આજે જાહેરાત કરી છે કે તેણે ટોરેન્ટોમાં વડુ મથક ધરાવતી સ્કાયપાવર ગ્લોબલનો 50 MWનો ઓપરેટીંગ સોલાર પ્રોજેકટ ધરાવતા સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (SPV)નો 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે શેર ખરીદીના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.
આ પ્રોજેકટ તેલંગાણામાં આવેલો છે અને તે ઓકટોબર, 2017માં કર્યરત કરવામાં આવ્યો હતો અને તે તેલંગાણાની સધર્ન પાવર ડીસ્ટ્રીબ્યુશન કંપની સાથે લાંબા ગાળાનો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) ધરાવે છે.
આ હસ્તાંતરણ સાથે AGEL ના કુલ 14,865 MW એકંદર રિન્યુએબલ પોર્ટફોલિયોમાં ઓપરેટીંગ રિન્યુએબલ ક્ષમતા 3,395 MW થશે. આ સોદો નિયમસરની મંજૂરીઓ અને શરતોને આધીન પૂર્ણ થવા પાત્ર રહેશે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી વિનીત જૈન જણાવે છે કે “પોર્ટફોલિયોમાં વૃધ્ધિ કરવાની ઓર્ગેનિક અને ઈનોર્ગેનિક તકો મારફતે અમારો પોર્ટફોલિયો મજબૂત કરવા તે અમારા વર્ષ 2025 સુધીમાં 25 GW ની ક્ષમતા હાંસલ કરવાના તથા વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ કંપની બનવાના વિઝનનો એક હિસ્સો છે. અમે અમારા પ્લેટફોર્મ અને અને કેપિટલ મેનેજમેન્ટ ફિલોસોફીની તાકાતનો લાભ લઈ પ્રોજેકટમાં સંચાલનલક્ષી સુધારા કરી મૂલ્યમાં વધારો થાય તેવુ વળતર હાંસલ કરીશું.”
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અંગે :
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (એજીઈએલ) ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે 14.9 GWનો સૌથી મોટો ગ્લોબલ રિન્યએબલ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં ઈનવેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝને સર્વિસ પૂરી પાડતા કાર્યરત, બાંધકામ હેઠળના અને એવોર્ડેડ પ્રોજેકટસનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી સ્કેલ ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વીન્ડ ફાર્મ પ્રોજેકટસ ડેવલપ, બીલ્ડ, ઑન (own), અને મેઈન્ટેઈનના ધોરણે નિર્માણ કરે છે. તેના મહત્વના ગ્રાહકોમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (“એનટીપીસી”) અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (“SECI”)ઉપરાંત વિવિધ રાજ્યોની વીજ વીતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતને CoP21 ના ધ્યેય હાંસલ કરવામાં સહાય કરે છે. અદાણી ગ્રુપને આ વર્ષની શરૂઆતમાં અમેરિકા સ્થિત થીંક ટેંક મર્કોમ કેપિટલે ચાલુ નાણાંકીય વર્ષમાં #1ગ્લોબલ પાવર જનરેશન એસેટ ઓનરનુ બિરૂદ આપ્યુ છે.
(સંકેત)