- ટ્વિટર દ્વારા હાલમાં અનડૂ ફીચર પર કામ થઇ રહ્યું છે
- આ ફીચરનો ઉપયોગ મર્યાદિત સમયમાં પોતાના ટ્વીટને અન ડૂ કરવા માટે થઇ શકશે
- અન ડૂ કરીને બાદમાં તે ટ્વીટને સુધારીને ફરીથી શેર કરી શકશે
નવી દિલ્હી: હાલમાં માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર અનડૂ ટ્વિટ ફીચર પર કામ કરી રહ્યું છે. જે તેના પેઇડ સબસ્ક્રાઇબર્સ માટે હશે. આ ફીચરનો ઉપયોગ મર્યાદિત સમયમાં પોતાના ટ્વીટને અન ડૂ કરવા માટે થઇ શકશે. રિવર્સ એન્જિનિયર જેન માનચુંગ વોંગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમના આ ટ્વીટમાં સબસ્ક્રિપ્શન પણ જોઇ શકાય છે. આ ફીચરની મદદથી યૂઝર્સ ટ્વીટને અન ડૂ કરીને બાદમાં તે ટ્વીટને સુધારીને ફરીથી શેર કરી શકશે.
માનચુંગ વોંગ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખાયું છે કે, Undo બટન નિશ્વિત સમય 5 સેકન્ડ સુધી જ દેખાશે. વોંગ દ્વારા પેઇડ સબસ્ક્રિપ્શન સાથેનો Undo ફીચ માટેનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે આ સુવિધા પેઇડ સબસ્ક્રાઇબર્સને પૂરી પાડવામાં આવશે. રિપોર્ટ અનુસાર ટ્વિટને ડિલીટ કરવા કરતા આ ફીચર અલગ છે. આ ફીચરથી તમારું ટ્વિટ બધા સુધી પહોંચતા પહેલા તેને રોકી શકાશે.
નોંધનીય છે કે અગાઉ ટ્વિટરે ફોલો સબસ્ક્રિપ્શન સર્વિસ માટે માસિક ધોરણે ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી. અનડૂ ટ્વિટ જીમેઇલ સર્વિસની જેમ સુવિધા આપે છે જ્યાં ટ્વિટ સેન્ડ કર્યા બાદ તે મેસેજને રોકવા માટે એક વિકલ્પ આપે છે. જે બાદ તમને UNDO બટન પ્રોગ્રેસ બાર પર જોવા મળશે. યૂઝર્સ દ્વારા ટ્વિટને બદલવા માટે એડિટ બટનની માંગ કરવામાં આવતી હતી, જે બાદ અનડૂ ટ્વિટનું ટેસ્ટિંગ હાલ કરવામાં આવી રહ્યું છે.
(સંકેત)