આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં આવતીકાલે વિરાંજલી કાર્યક્રમ યોજાશે: પ્રદીપસિંહ વાઘેલા
- આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં યોજાશે વિરાંજલી કાર્યક્રમ
- મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ડિજીટલ ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ
- સુપ્રસિદ્વ કલાકાર કીર્તિદાન ગઢવી તેમજ સાઇરામ દવે દ્વારા આ કાર્યક્રમમાં પ્રસ્તુતિકરણ કરાશે
અમદાવાદ: આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં આવતીકાલે સાંજે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલની ડિજીટલ પ્રેરક ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વિરાંજલી કાર્યક્રમ યોજાશે. વિરાંજલી સમિતિ સાણંદના પ્રદીપસિંહ વાઘેલાએ આ જાણકારી આપી હતી.
વિરાંજલી કાર્યક્રમ વિશે વધુ વાત કરતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, માં ભારતીના ચરણોમાં પોતાના લીલા માથા અર્પણ કરનાર વીર-શહીદોની શહાદતની શ્રદ્વાંજલિ અર્પણ કરવા માટે સતત 16 વર્ષથી વિરાંજલીના કાર્યક્રમનું આયોજન થાય છે. આ વખતે કોરોના મહામારીના કારણે ડિજીટલ માધ્યમ દ્વારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ યોજવામાં આવશે.
વિરાંજલી કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાષ્ટ્રવાદી સુપ્રસિદ્વ કલાકારો કીર્તિદાન ગઢવી તેમજ સાઇરામ દવે દ્વારા આ કાર્યક્રમમાં પ્રસ્તુતિકરણ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વીર-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદીના દિવસ 23 માર્ચ શહીદી દિવસ તરીકે મનાવવામાં આવે છે. દેશના અમર શહીદો જેવો રાષ્ટ્રપ્રેમ દેશના જુવાનીઓમાં સદાય જીવંત રહે તે આશયથી વિરાંજલી કાર્યક્રમનું આયોજન દર વર્ષે હજારો યુવાનોની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવે છે.
(સંકેત)