કોરોના વેક્સીન માટે અમેરિકાનું લક્ષ્ય, પ્રથમ 100 દિવસમાં 200 મિલિયન લોકોને ડોઝ અપાશે
- કોરોના વેક્સીન માટે યુએસનું લક્ષ્ય
- 200 મિલિયન લોકોને અપાશે ડોઝ
- પ્રથમ 100 દિવસમાં અપાશે ડોઝ
દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે સયુંકત રાજ્ય અમેરિકામાં પ્રથમ 100 દિવસની અંદર કોવિડ -19 વેક્સીનના 200 મિલિયન ડોઝ પહોંચાડવાનું એક નવું લક્ષ્ય નક્કી કર્યું છે,જે અંતર્ગત બાઇડેને કોરોના વાયરસ સંક્રમણ સામેની રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે.
બાઇડેને 20 જાન્યુઆરીના પદભાર ગ્રહણ કર્યા બાદ પોતાની પહેલી પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી.જેમાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે, આજે હું બીજો લક્ષ્ય નક્કી કરી રહ્યો છું,અને અમે કાર્યાલયમાં પ્રથમ 100 માં દિવસ સુધીમાં લોકોના હાથમાં 200 મિલિયન વેક્સીનના શોટ્સ મૂકીશું.
તેમણે કહ્યું કે,હું જાણું છું કે આ મહત્વાકાંક્ષી છે,જે આપણા મૂળ લક્ષ્યથી બમણું છે. પરંતુ કોઈ અન્ય દેશ તેની નજીક પણ નથી આવી શક્યો,જે અમે લોકો કરી રહ્યા છીએ.અને મને પૂરો વિશ્વાસ છે કે, અમે લોકો આ કરી શકીએ છીએ.
-દેવાંશી