હવે જમ્મુ કાશ્મીરની તમામ સરકારી કચેરીઓ પર કાયમ લહેરાશે તિરંગો – 15 દિવસમાં વ્યવસ્થા સ્થાપિત કરવાના આદેશ
- જમ્મુ કાશ્મીરની તમામ સરકારી કચેરીઓ કાયમ લહેરાશે તિરંગો
- 15 દિવસમાં વ્યવસ્થા સ્થાપિત કરવાના આદેશ
શ્રીનગર – જમ્મુ-કાશ્મીરમાં હવે તમામ સરકારી કચેરીઓ અને ઇમારતો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ તાજેતરમાં જ આ સંદર્ભે સૂચનાઓ જારી કરી હતી. એલજીના દરેક પ્રોગ્રામમાં રાષ્ટ્રગીત સુનિશ્ચિત કરવામાં આવે છે.
વિતેલા દિવસને શુક્રવારે મંડલાયૂક્ત જમ્મુ રાઘવ લંગરે જિલ્લા નાયબ કમિશનરો અને સરકારી વિભાગોના એચઓડીઓને પંદર દિવસની અંદર સરકારી ઇમારતો પર તિરંગો લહેરાવવાની વ્યવસ્થા કરવા અંગે જણાવ્યું હતું. આ પ્રક્રિયાને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા હેઠળ અમલમાં લાવવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર રાજ્યના નાગરિક સચિવાલયો સહિતના કેટલાક મોટા સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અને રાજ્ય લગાવવામાં આવતા હતા. કલમ 370 ના હટાવવા સાથે રાજ્યનું બંધારણ અને ધ્વજ પણ નાબૂદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સચિવાલયો સહિતની પસંદગીની જ ઇમારતો પર ત્રિરંગો લહેરાવામાં આવ્યો છે, પરંતુ મોટાભાગની ઇમારતો અને કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ મુકવાની વ્યવસ્થા થઈ શકી નહોતી.
ઉપરાજ્યપાલ મનોજ સિંહા રાષ્ટ્રીય પ્રતીકો પર ઘણું ધ્યાન આપી રહ્યા છે. તેમના કાર્યક્રમો જેમાં પ્રેસ કોન્ફરન્સના અંતે પણ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ ક્રમની લાઈનમાં એલજીએ ભૂતકાળમાં તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું કહ્યું હતું. હવે, વિભાગીય કમિશનર જમ્મુએ તમામ જિલ્લા અધિકારીઓને આદેશો જારી કર્યા છે.
સાહિન-