સુપ્રસિદ્ધ દ્રારકાધીશ જગત મંદિર 3 દિવસ બંધ રહેતા શ્રધ્ધાળુંઓ આજથી ઓનલાઈન દર્શન કરી શકશે
- સુપ્રસિદ્ધ દ્રારકાધીશના આજથી ઓનલાઈન દર્શન કરી શકાશે
- આ મંદિર 3 દિવસ સુધી રહેશે બંધ
અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઈને અનેક પગલા લેવામાં આવ્યા છએ, જેમાં મહાનગરોમાં ગાર્ડન, જાહેર સ્થળો વગેરે ફરી બંદ કરાવવા પડ્યા છે ત્યારે હોળી – ઘૂળેટીના તહેવારો હોવાથી પણ રાજ્યના અનેક મંદિરોમાં ભઆરે જમાવડો ન રહે તે માટે આવનાતા 3 દિવસો સુધી મંદિરો પણ બંદ રાખવાની જાહેરાચ કરાઈ છે.
આ સમગ્ર બાબતે દ્રારકાનું મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે, યાત્રાધામ દ્વારકામાં હોળી જેવા તહેવારોમાં હજારો શ્રધ્ધઆળુંઓ આવતા હોય છે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે
ત્યારે હવે દ્વારકાધીશ જગતમંદિર આજથઈ ભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, 27 તારીખથી લઈને 30 સુધી ભાવિકો માટે આ મદિર બંધ રહેતા ભાવિકો ઠાકોરજીના દર્શન ઓનલાઈન કરી શકશે. આ સાથે જ 28 તારીખે ઉતરાફાલગુન નક્ષત્ર હોવાથી દ્વારકાધીશ મંદિરે બપોરે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે કોરાનાને લઈને બહારથી દર વર્ષે આવતા અસંખ્ય યાત્રીઓ આ વર્ષે નહી આવી શકે, આ દ્વારકાના મંદિરમાં દર હોળીના પર્વે ફૂલડોલનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે ,આ વર્ષે પણ પરંપરાને જાળવવા માટે આ ઉત્સવનું આયોજન કરાયું છે.
સાહિન-