કેન્દ્ર સરકાર ગુજરાતના વિકાસને આપી રહી છે વેગ – હવે સુરતના હજીરાથી ખૂબજ ફેમસ એવા દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો આરંભ કરાશે
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે, વિશ્વની સૌથી મોટી પ્રતિમાની વાત હોય, કે પછી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની જે ગુજરાતમાં જોવા મળે છે, આ સાથે જ સી પ્લેન સેવાનો પણ આરંભ ગુજરાતમાં કરવામાં આવ્યો છે ત્યારે હવે કેન્દ્રની સરકાર તરફથી વધુ ગુજરાતના વિકાસને વેગ મળવાની શક્યતાઓ છે, જે મુજબ હવે સુરતના હજીરાથી દિવ વચ્ચે ક્રુઝ સેવાનો આરંભ કરવાનો વિચાર કેન્દ્રએ કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્રારા રાજ્યને એકથી એક ભેટ આપવામાં આવી રહી છે ત્યારે હવે સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની સોગાત આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ ક્રુઝમાં 300 યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા હશે, તે સાથે 16 કેબિન હશે, આ સાથે જ યાત્રીઓ માટે આ સેવા દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી શરુ કરાશે એટલે કે આ દિવસો દરમિયાન હજીરાથી દિવ માટે ક્રુઝનું સંચાલન કરાશે જે બીજે દિવસે સવારે દીવ પહોંચશે. આ યાત્રાની મુસારી અંદાજે 13 થી 14 કલાકની રહેશે.
સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો આરંભ કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચના રોજ વર્ચ્યુઅલ રીતે કરાશે.
આ ક્રુઝ સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે. આ ક્રુઝમાં ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક સુવિધઆઓનો લાભ યાત્રીઓ લઈ શકશે.
-સાહીન