- પીએમ મોદી આજે પુડુચેરીના પ્રવાસે
- ચૂંટણી પ્રચાર રેલીને કરશે સંબોધિત
- પુડુચેરીમાં ડ્રોન અને UAVs પર પ્રતિબંધ
પુડુચેરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે ફરી એકવાર પુડ્ડુચેરીના પ્રવાસે જઇ રહ્યા છે,જ્યાં તેઓ જાહેર સભાને સંબોધિત કરશે. અહીં 6 એપ્રિલે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ માટે સમર્થન મેળવવા ભાજપ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરીને લોકોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે,પીએમ મોદી 25 ફેબ્રુઆરી બાદ એનડીએ ઉમેદવારોની તરફેણમાં પુડુચેરીમાં આજે બીજી રેલીનું આયોજન કરશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન અહીં એએફટી થિડલ ખાતે રેલીને સંબોધિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી મુલાકાત દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પુડ્ડુચેરી ક્ષેત્રમાં 29-30 માર્ચ સુધી ડ્રોન અને અન્ય માનવ રહિત હવાઈ વાહનો એટલે કે યુએવીની ફ્લાઇટ પર પ્રતિબંધ મુક્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પુરવા ગર્ગે આદેશ આપતા UAVs ની ફ્લાઇટ પર બે દિવસ પ્રતિબંધ મુકાયો છે.
ગર્ગે તેના આદેશમાં જણાવ્યું કે, પુડુચેરી વિસ્તારમાં સેક્શન 144 સીઆરપીસી હેઠળ ડ્રોન અને અન્ય માનવ રહિત હવાઈ વાહનોની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ,કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ અને ગિરિરાજસિંહે શુક્રવારે પુડુચેરીમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપનું જાહેરનામું બહાર પાડ્યું હતું. અહીં 6 એપ્રિલે 30 બેઠકો માટે મતદાન થવાનું છે.
-દેવાંશી