સુપરમૂનની ભરતીને કારણે સુએઝ કેનાલમાં ફસાયેલા કાર્ગો જહાજને બહાર કાઢવામાં સફળતા મળી
- સુએઝ નહેરમાં ફસાયેલા કાર્ગો જહાજને બહાર કાઢવામાં સૂપરમુનની ભરતી કામ આવી
- સુપરમૂનના કારણે આવેલી ભરતીથી પાણીનું સ્તર લગભગ દોઢ ફૂટ વધ્યું હતું
- તેના કારણે આ જહાજને ખેંચીને નહેરની વચ્ચે લાવી શકાયું હતું
નવી દિલ્હી: સુએઝ નહેરમાં ફસાયેલા એવરગિવન જહાજના બહાર નીકળવાથી સમગ્ર વિશ્વના વેપાર જગતે રાહતનો શ્વાસ લીધો છે. 20000 જેટલા કન્ટેનર લાદેલા અને 2.24 લાખ ટન વજન ધરાવતા એવરગિવન જહાજની ગણતરી વિશ્વના ત્રીજા નંબરના સૌથી મહાકાય કાર્ગો જહાજ તરીકે થાય છે.
નહેરમાં તિરછા થઈ ગયેલા જહાજના કારણે નહેરની બંને તરફ સેંકડો જહાજોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને રોજ 10 અબજ ડોલરનો વેપાર પ્રભાવિત થઈ રહ્યો હતો.
6 દિવસ અગાઉ તેજ હવાઓના કારણે નહેરમાં ફસાયેલા જહાજને કાઢવા માટે ભરપૂર પ્રયાસો થઇ રહ્યા હતા. સેંકડો ટગ બોટ અને બીજી મશિનરી કામે લગાડાઇ હતી અને આખરે ગઇકાલે આ જહાજ બહાર નીકળ્યું હતું.
જહાજને બહાર કાઢવામાં સૌથી વધારે મદદ પૂનમની ભરતીની મળી હતી. સુપરમૂનના કારણે આવેલી ભરતીથી પાણીનું સ્તર લગભગ દોઢ ફૂટ વધ્યું હતું અને તેના કારણે આ જહાજને ખેંચીને નહેરની વચ્ચે લાવી શકાયું હતું.
જહાજને સીધુ કરવા માટે પહેલા તો તેના તમામ કન્ટેનર ઉતારવાની પણ યોજના હતી. જો જહાજને અનલોડ કરવામાં આવ્યુ હતો તો તેમાં ખાસો સમય જાત પણ પૂનમની ભરતીને લઈને એન્જિનિયરો આશાવાદી હતી અને તેમની આશા ફળી પણ હતી.પાણીની સપાટી વધ્યા બાદ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલી ઉંચાઈ ધરાવતા જહાજનો છુટકારો થયો હતો.
ગઈકાલે વર્તમાન વર્ષનો પહેલો સૂપરમૂનનો પ્રસંગ હતો.સુપરમૂનના કારણે દરિયાની ભરતીએ જહાજને સીધુ કરવામાં ઘણી મદદ મળી હતી. સુપરમૂનને ધ્યાનમાં રાખીને જ નહેરના કિનારાના જે હિસ્સા પર જહાજનો એક છેડો ફસાયેલો હતો ત્યાં રેતી કાઢવા ડ્રેજિંગ કરાયુ હતુ.
(સંકેત)