દિલ્હીમાં ગરમીએ તોડ્યો 76 વર્ષનો રેકોર્ડ,માર્ચમાં તાપમાન રહ્યું સૌથી વધુ
- દિલ્હીમાં ગરમીએ તોડ્યો 76 વર્ષનો રેકોર્ડ
- માર્ચમાં તાપમાન રહ્યું સૌથી વધુ
- એપ્રિલ-જુનમાં વધુ તાપમાનની સંભાવના
દિલ્લી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માર્ચ મહિનો 76 વર્ષોમાં સૌથી ગરમ રહ્યો, પરંતુ રાજધાનીના લોકો માટે રાહતની વાત છે કે, તાપમાન ઘટશે. સોમવારે દિલ્હીનું તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું.
જોકે,માર્ચ મહિનામાં આટલી ગરમી પછી ભારતીય હવામાન વિભાગે કહ્યું કે,આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. આ પહેલા દિલ્હીમાં 31 માર્ચ 1945 માં દિલ્હીનું તાપમાન 40.5 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઇએમડીના રિજનલ સેન્ટરના ડિરેક્ટર કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે, સોમવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું.
તેમણે કહ્યું કે ગરમીનું કારણ એ છે કે, છેલ્લા ત્રણ દિવસથી પવનની ગતિ ધીમી રહી છે અને આકાશ સ્પષ્ટ છે. તેમણે એમ પણ કહ્યું કે, એક બે દિવસમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી આવી શકે છે. શ્રીવાસ્તવે કહ્યું કે, જો પવનની ગતિ વધુ ધીમી પડે તો તાપમાનમાં વધુ વધારો થશે. તેમણે કહ્યું કે,જો આપણે આ સિઝનમાં એકંદરે વાત કરીશું તો દિલ્હી-એનસીઆર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં એપ્રિલના મધ્યથી 10 જૂન સુધી ભારે ગરમી રહેશે અને લૂ નો પણ પ્રકોપ રહેશે.
-દેવાંશી