- આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો શરૂ થશે
- CM રૂપાણી પાટણના વડાવળીથી અભિયાનનો પ્રારંભ કરાવશે
- આ અભિયાન 31મી મે સુધી ચાલશે
અમદાવાદ: એપ્રિલ મહિનાનો આજે પ્રથમ દિવસ છે ત્યારે આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો શરૂ થઇ રહ્યો છે. CM રૂપાણી પાટણના વડાવળીથી અભિયાનનો પ્રારંભ કરાવશે.
રૂપાણી સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો આજથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાનો હેતુ ધરાવતું આ અભિયાન 31મી મે સુધી ચાલશે.
આ જળ અભિયાન વિશે વાત કરીએ તો તેના હેઠળ જળસંગ્રહના કામ હાથ ધરાય છે જેમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરિંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી, નદી, વોકળા, કાંસની સાફસફાઇ જેવા કામ હાથ ધરવામાં આવે છે.
- CM પાટણના વડાવળીથી અભિયાનનો પ્રારંભ કરાવશે
- તળાવ ઊંડા કરવામાં સહભાગી બની અભિયાનનો પ્રારંભ કરશે
- 31 મે સુધી યોજાશે સુજલામ સુફલામ જળ અભિયાન
- સુજલામ-સુફલામના ચોથા તબક્કામાં 18582 કામોને મંજૂરી
- વધુ 20 હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે
- લોકભાગીદારીથી 6323 તળાવો-ચેકડેમ-જળાશયો ઊંડા કરાશે
- મનરેગા હેઠળ 6681 તળાવના કામથી 60 લાખ રોજગારીનો દાવો
- 15 હજારથી વધુ ટ્રેકટર-ડમ્પરનો થશે ઉપયોગ
- 3 તબક્કામાં 41488 કામોથી 42064 લાખ ઘનફૂટ જળસંગ્રહ વધ્યો
- મહામારીમાં 51 દિવસના અભિયાનમાં 11072 કામો થયા હતા
- ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ જાહેર વિકાસ કામોમાં થશે
(સંકેત)