1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આજથી એક મહિના માટે અમદાવાદ મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી, IRCTC એ કરી જાહેરાત
આજથી એક મહિના માટે અમદાવાદ મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી, IRCTC એ કરી જાહેરાત

આજથી એક મહિના માટે અમદાવાદ મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી, IRCTC એ કરી જાહેરાત

0
Social Share
  • IRCTC એ કરી જાહેરાત
  • એક મહિના માટે તેજસ એક્સપ્રેસ બંધ
  • કોરોના વધતા લેવાયો નિર્ણય

મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ 2 એપ્રિલથી એક મહિના માટે બંધ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, આજથી એક મહિના માટે આ સેવા સ્થગિત કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે મુંબઇ-અમદાવાદ રૂટ પર આ ટ્રેન સેવા માર્ચથી ઓક્ટોબર દરમિયાન સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બરમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયા બાદ તેને ફરીથી થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી.

જે મુસાફરોએ 2 એપ્રિલ અથવા તે પછીની ટિકિટ બુક કરાવી હતી, તેઓને આ વિશે જાણ કરવામાં આવી છે. તેમની ટિકિટનું રિફંડ ટૂંક સમયમાં જ જારી કરવામાં આવશે.

IRCTC તરફથી પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.એવામાં સામાન્ય મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે 14 ફેબ્રુઆરીથી મુંબઇ-અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ અઠવાડિયાના 4 દિવસ શરૂ કરાઈ હતી.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code