- મનપાને રોજનું અંદાજે 30 લાખનુ નુકશાન
- તા. 18મી માર્ચથી પરિવહન સેવા બંધ
- ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે મુસાફરો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિથી વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા તા. 18મી માર્ચથી બંધ છે. જેના કારણે કોર્પોરેશનને દરરોજ લગભગ 30 લાખનું નુકશાન થતું હોવાનો અંદાજ છે. 15 દિવસમાં એએમટીએસ અને બીઆરટીએસ બંધ રહેતા મનપાને લગભગ 4.50 કરોડના નુકસાનનો અંદાજ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેમજ સ્કૂલ-કોલેજમાં તા. 10મી એપ્રિલ સુધી ઓફલાઈન એજ્યુકેશન પણ બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મનપા દ્વારા કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાને પગલે તા. 18મી માર્ચથી AMTS અને BRTS બંધ કરાઈ હતી. અગાઉ અનલોકમાં પહેલા 50 અને બાદમાં તમામ બસો દોડાવતા AMTSમાં રોજની આવક રૂ. 16થી 17 લાખ સુધી અને BRTSની રૂ. 13 લાખની આવક પહોંચી હતી. જો કે ફરી કોરોનાના કારણે આ બસો બંધ થતાં આવક બંધ થઈ ગઈ છે.
AMTSના અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં અનલોક થતાં 50 ટકા બસો દોડાવવામાં આવી હતી. જેમાં ધીરે ધીરે વધારો કરવામાં આવ્યો હતો. પહેલા રોજની 20 હજાર, 50 હજાર, 2 લાખ એમ કરી રૂ. 16થી 17 લાખ સુધીની આવક થઈ હતી. જોકે, જે રીતે કોરોના વકર્યો છે તે જોતા નજીકના દિવસો માં આ સેવા ફરી ક્યારે ચાલુ કરવી તે કહેવું છે.