ફ્લાઈટના યાત્રીઓને લગેજની માથાકૂટમાંથી મળ્યો છૂટકારો – દેશના આ શહેરોમાં ડોર-ટુ-ડોર લગેજ ટ્રાન્સફર સેવાનો થયો આરંભ
- ડોર ટૂ ડોર બેગેજ સેવાનો આરંભ
- ફ્લાઈટના યાત્રીઓને સામાનની જંઝટમાંથી મળી મૂક્તિ
દિલ્હી – સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્થળે જતા હોઈએ એટલે આપણા પાસે આપણો થોડો ઘણો કે વધારે સામાન તો હોય જ, અને એ સામાન આપણે ઊંચકીને ઘરે કે જ્યા જવું હોય ત્યા લઈ જવો પડે છે, ત્યારે હવે વિમાનમાં મુસાફરી કરતા લોકોને સામાન ઊંચકવાની મનાથાકૂટમાંથી છૂટકારો મળ્યો છે.
સામાન સાથે લઈને રખડવું કોઈને પસંદ હોતું નથી ત્યારે હવે એરલાઈન્સ દ્વારા આ માટે એક ખાસ પ્રકારની સુવિધાનો અમલ શરુ કરવામાં આવી ચૂક્યો છે જે થકી અનેક મુસાફરો ફ્રી થઈને હરીફરી શકશે અને પોતાના સ્થાને જઈ શકશે.
વાત જાણે એમ છે કે ખાનગી એરલાઈન્સ કંપનીએ કાર્ટરપોર્ટર નામની એક કંપની સાથે હીસ્સેદારી કરી છે.જે મુજબ આ કંપની વિમાનમાં દ્ મુસાફરી કરનારા યાત્રીઓનો સામન ઘરે આવીને લઈ પણ જશે અને મૂકી પણ જશે,જેને ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફર સુવિધા નામ આપવામાં આવ્યું છે.
હાલ આ સેવા દિલ્હી અને હૈદરાબાદમાં શરુ કરવામાં આવી છે, જેની સફળતા બાદ આ સેવાનો આરંભ દેશના મોટા શહેર મુંબઈ અને બેંગલુરૂમાં પણ શરુ કરવામાં આવનાર છે.
આ સેવા ખાસ એવા યાત્રીઓ માટે ફાયદો કરાવે છે કે, જે મુસાફરી દરમિયાન પોતાના સાથે વધુ લગેજ રાખે છે, જો તેઓ ફઅલાઈટમાંથી ઉતરીને તરત જ ઓફીસ કે પછી બહાર જવા મામંગતા હોય તો તે વગર સામાને જે તે સ્થળે પહોંચી શકશે અને તેમનો સામાન તેમણે નક્કી કરેલા સ્થળે કંપની દ્રારા પહોંચાડવામાં આવશે.
આ સેવા શરુ થતા હવે ચેક-ઈનમાં વેડફાતા સનમયમાંથી પણ છૂટકારો મળશે સાથે જ મુસાફરોનો સામાન તેમની ઈચ્છા પ્રમાણેના સ્થળે મોકલી દેવામાં આવશે ,જેથી હવે લગેજ લેવાની રાહ પણ જોવી નહી પડે.
સાહિન-