રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોઃ અમદાવાદ અને સુરતની સ્થિતિ સ્ફોટક
અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે.છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2640 કેસ નોંધાયા હતા. જેની સામે 2066 દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 11 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4539 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.21 ટકા છે. અત્યાર સુધીમાં 57,75,904થી વધુ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 7,30,124 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. આજે કુલ 4,40,346 વ્યક્તિઓનું રસીકરણ થયું હતુ.
રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વધતા જતા કોરોનાના કેસોને લીધે સરકારે લોકોને ગાઈડલાઈનનું પાલન કરવા અપિલ કરી છે. કોરોનાના કેસોમાં અમદાવાદમાં 629, સુરતમાં 644, વડોદરામાં 375, રાજકોટમાં 307, જામનગરમાં 60, ગાંધીનગરમાં 55, ભાવનગરમાં 60, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30, પંચમહાલમાં 27, કચ્છમાં 25, દાહોદમાં 24, નર્મદામાં 23 સહિત કુલ 2640 કેસ નોંધાયા હતા.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 11 દર્દીના મોત થયા હતા. અમદાવાદ, સુરત, રાજકોટમાં 3-3 જ્યારે વડોદરા અને ભરૂચમાં 1-1 દર્દીઓના મોત થયા હતા. બીજી તરફ અમદાવાદમાં 599, સુરતમાં 663, વડોદરામાં 210, રાજકોટમાં 152, મહીસાગરમાં 101, ગાંધીનગર, જામનગરમાં 40-40, નર્મદામાં 38, દાહોદમાં 31, પંચમહાલમાં 25 સહિત કુલ 2066 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી હતી.
રાજ્યમાં અત્યારે કુલ 13559 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 158 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 13401 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે