રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ભાવુક પત્ર લખીને કર્મીઓની કરી પ્રસંશા – ભારતીય રેલ્વેએ લોકડાઉન વખતે ઘણા રેકોર્ડ તોડ્યા હતા
- રેલ્વે મંત્રીએ લખ્યો ભાવૂક પત્ર
- કર્મટારીઓના કર્યા વખાણ
- લોકડાઉમાં સતત કાર્ય કરતા કર્મીઓની પ્રસંશા કરી
દિલ્હી – રેલ્વે મંત્રી પિયુષ ગોયલે શનિવારના રોજ રેલ્વે પરિવાર માટે એક ભાવૂક અને પ્રાત્સાહિત કરતો ખાસ પત્ર લખ્યો છે. રેલ્વે મંત્રી તેમના પત્રમાં કોરોના મહામારી વખતે દેશભરના રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યની પ્રશંસા કરી છે.
રેલ્વે મંત્રીએ તેમના પત્રમાં લખ્યું છે કે, “ વિતેલા વર્ષ જેવો અનુભવ આપણાને ક્યારેય નથી થયો, આપણા પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ ક્યારેય ભૂલી શકાતું નથી, પરંતુ તમારી ધીરજ અને સંકલ્પ જ છે કે , જેણે કોવિડ મહામારી પર વિજય પ્રાપ્ત કર્યો છે, કોરોના મહામારી દરમિયાન અમારા રેલ્વે પરિવારે પોતાને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. જ્યારે આખું વિશ્વ સ્થિર થઈ ગયું હતું ત્યારે રેલ્વે કર્મચારીઓએ એક દિવસની પણ રજા નહોતી લીધી, અને વ્યક્તિગત જોખમ સાથે પહેલા કરતા વધુ કાર્ય કર્યું, કારણ કે અર્થવ્યવસ્થાના પૈંડા ચાલુ રહે”
આ પત્રમાં રેલ્વે મંત્રીએ આગળ લખ્યું છે કે,, “હું ખૂબ જ ગૌરવ, સંતોષ અને કૃતજ્ઞતા સાથે તમને જાણ કરું છું કે વડા પ્રધાન મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ બીજું નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું છે.” તમારી પ્રતિબદ્ધતાને કારણે અમે દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની અવિરત પુરવઠો પહોંચાડવા સક્ષમ બન્યા, તે પછી વીજ પ્લાન્ટ હોય, કોલસો હોય, કે પછી ખેડુતો માટે ખાતરો હોય કે ગ્રાહકો માટે અનાજ. કોવિડ સામેની અમારી સામૂહિક લડતમાં આપના યોગદાનને દેશ હંમેશાં યાદ રાખશે. તમારી પ્રબળ ઇચ્છા શ્ક્તિને લીધે, અમે આ કટોકટીને એક તકમાં બદલી.
રેલવે પ્રધાન ગોયલે વધુમાં લખ્યું છે કે,4,621 શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા 63 લાખથી વધુ ફસાયેલા નાગરિકોને તેમના સ્થાન પર વપહોંચાડવામાં આવ્યા. લોકડાઉનના સમયે સંખ્યાબંધ પ્રતિબંધ હોવા છતાં, સુરક્ષા અને માળખાગત સુવિધાઓ સંબંધિત 370 મોટા કામ પૂર્ણ કરવામાં આવ્યા હતાં. કિસાન રેલ સેવા આપણા અન્ન દાતાઓનેમોટા બજારો સાથે કનેક્ટ કરવાનું માધ્યમ બની હતી. તમે તમારી સેવા દ્વારા તેને શક્ય બનાવ્યું અને બદલામાં લાખો લોકોના હૃદય અને જીવનને સ્પર્શ્યું.આ રીતે મંત્રી પિયૂષ ગોયલે કર્મચારીઓના ખૂબ વખાણ કર્યા હતા, તેમના કાર્યની પ્રસંશા કરી છે
સાહિન-