1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7 લોકોન મોત, 23 લોકોની હાલત ગંભીર
બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7 લોકોન મોત, 23 લોકોની હાલત ગંભીર

બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7 લોકોન મોત, 23 લોકોની હાલત ગંભીર

0
Social Share
  • બ્રિટનમાં  ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7ના થયા મોત
  • 23 લોકોની હાલત ગંભીર

દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બ્રિટનમાં વેક્સિનની આડ અસરના સમાચારે હાહાકાર મચાવ્યો છે, બ્રિટનમાં કોરોનાની વેક્સિન લીધા બાદ 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 23 લોકોની સ્થિતિ નાજુક જોવા મળી છે.

આ વેક્સિન  ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની હતી, બ્રિટિશ તબીબી અધિકારીએ જણાવ્યું કે રસીકરણ પછી, બધાએ બ્લડ ક્લોટિંગ થવાની ફરિયાદ કરી હતી. આ તમામ  લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 લોકોનાં મોત નીપજ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, વિતેલા માર્ચ મહિનામાં, કેટલાક યુરોપિયન દેશોએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.કારણ કે લોકોને ડર હતો કે આ વેક્સિન લગાવવાથી લોહી ગંઠાઇ જવાની ફરીયાદ ઉત્પન્ન થાય છે.

જો કે,તે સમયે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કહ્યું કે વેક્સિન પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ નથી. ડબ્લ્યુએચઓના પ્રવક્તા માર્ગરેટ હેરિસે  આ મામલે કહ્યું હતું કે, ‘હા, આપણે એસ્ટ્રાજેનેકાની વેક્સિનનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. એવું કોઈ જ કારણ નથી કે જે થકી આપણે તેનો ઉપયોગ ન કરી શકીએ.

મીડિયા તરફથી માહિતી પ્રમાણે  વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના 12 કરોડથી વધુ કેસ નોંધાય ચૂક્યા છે. તે જ સમયે, આ જીવલેણ મહામનારીને કારણે કુલ 27 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code