- રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાયું
- સંપૂર્ણ લોકડાઉનના નિયમોનું સખ્ત પાલન કરવું પડશે
રાયપુર – છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોરોનાના કેસમાં વૃ્દ્ધી જોવા મળી રહી છે, ત્યાકે મોટા પ્રમાણમાં વધતા કેસોને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 9 તારીખથી લઈને 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે,અહીં એક દિવસમાં રેકોર્ડ 2 હજાર 821 કેસ આવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાયપુરમાં આ આ જોખમી વાયરસના કારણે 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જેમાં કોરોનાનું પ્રથમ મૃત્યુ 29 મેના રોજ નોંધાયું હતું,આ કોરોનાની સ્થિતિને લઈને. કલેક્ટર એસ.ભારતી દાસને પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આ સમય દરમ્યાન જિલ્લાની તમામ સીમાઓ સીલ રહેશે.
આ મામલે તેમણે માહિતી આપી હતી કે દૂધ વિતરણ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.મદીરાપાનની દુકાનો, પર્યટન સ્થળો, સરકારી અને ખાનગી કચેરીઓ સંપૂર્ણ બંધ રહેશે. સરકાર દ્વારા માન્ય પરીક્ષાઓને બાદ કરતાં અન્ય પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
હવેથી રાજધાનીમાં સંપૂર્ણ લોકડાઉનના નિયમોનું સખ્ત પાલન કરવું પડશે,રાયપુરમાં પ્રવેશતા મુસાફરોને ઇ-પાસ દ્વારા પ્રવેશ આપવામાં આવશે, આ સાથે જ વ્યક્તિઓને કોરોના રસીકરણ માટે છૂટ આપવામાં આવશે ,તમામ ધાર્મિક સંસ્થાઓ બંધ રહેશે સાથે જ શહેરમાં દારૂની તમામ દુકાન બંધ રહેશે, ઓટોમાં ચાલક સહિતસ ત્રણ વ્યક્તિઓ અને ફોર વ્હીલરને ઇમરજન્સીમાં મંજૂરી આપવામાં આવશે મીડિયા કાર્યકરો ઘરેથી કામ કરશે. વધારાની ગંભીર પરિસ્થિતિના કિસ્સામાં, આઈડી કાર્ડ બતાવવું ફરજિયાત રહેશે ફક્ત દૂધ, પેટ્રોલ પમ્પ અને તબીબી સેવાઓ જ કાર્યરત રાખવામાં આવશે.
સાહિન-