VIDEO: કૉરોના સંક્રમણથી બચવા ફ્રેન્ચ નૃત્યાંગનાએ કલાત્મક અંદાજમાં આ વીડિયો મારફતે સૂચવ્યા ઉપાયો, તમે પણ જુઓ
- કૉરોનાથી બચવા માટે શું કરવું તેની કલાત્મક અંદાજમાં પ્રસ્તુતિ
- ફ્રેન્ચ નૃત્યાંગના મહિના ખાનુમે કલાત્મક અંદાજમાં કૉરોનાથી બચવાના ઉપાયો સૂચવ્યા છે
- તમે પણ આ વીડિયો જોઇને અન્ય લોકો સુધી તેને પહોંચાડી શકો છો
અમદાવાદ: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી નામના સંકટ સામે ઝઝુમી રહ્યું છે અને લડત આપી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ડૉક્ટર, નર્સથી લઇને પોલીસ કે કલાકાર લોકો પોતપોતાના સ્તરે મહામારી સામે લડવા પ્રયત્નરત છે ત્યારે કૉરોનાથી બચવા શું કરવું એની સાદી સમજ ખૂબ કલાત્મક રીતે ફ્રેન્ચ નૃત્યાંગના મહિના ખાનુમે આપી છે. ફ્રેન્ચ નૃત્યાંગના મહિના ખનુમે નૃત્ય મારફતે કલાત્મક અંદાજમાં કૉરોનાથી બચવા શું કરવું એની સમજ આપી છે.
જુઓ વીડિયો ( મહિના ખનુમના સૌજન્યથી )
તો અહીંયા આ વીડિયો રજૂ કરવામાં આવ્યો છે ત્યારે કૉરોનાથી બચવા અને સમાજમાં જાગૃતિ અને સતર્કતા માટે આ વીડિયો તમે પણ અન્ય લોકો સુધી પહોંચાડીને કોરોના સંક્રમણને નિયંત્રિત રાખવામાં યોગદાન આપી શકો છો.
(સંકેત)