કેન્દ્રનો નિર્ણય – 100 કર્ચમારીઓ ધરાવતી સરકારી અને પ્રાઈવેટ ઓફીસોમાં પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે
- દેશમાં કોરોનાના કેસોમાં વધારો
- હવે પ્રાઈવેટ અને સરકારી કાર્યાલયોમાં અપાશે વેક્સિન
- ઓફીસમાં 100થી વધુ કર્મીઓ હોવા અનિવાર્ય
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં વિસ્ફોટજનક વૃદ્ધિ વચ્ચે કેન્દ્ર સરકારે રસીકરણ વધારવાનો મોટો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં દેશની સરકારી અને ખાનગી કાર્યાલયોમાં પણ વેક્સિન આપવામાં આવશે
જો કે આ તમામ ઓફીસમાં ઓછામાં ઓછા 100 કર્મચારીઓ હોવા ફરજિયાત છે. બુધવારના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને આ મામલે આદેશ આપ્યો છે કે, આનારી 11 એપ્રિલથી કાર્યકારી ક્ષેત્રો પર વેક્સિન ઉપલબ્ધ કરવામાં આવે. આ કાર્યક્ષેત્રો સરકારી અથવા ખાનગી હોઈ શકે છે અને અહીં કામ કરતા કર્મચારીઓની સંખ્યા 100 હોવી તે જરુરી છે.જો કે સરકારે આ બાબતે એક સ્પષ્ટાપણ કરી છે કે, આ કાર્યાલયોમાં વેક્સિન ઉપલબ્ધ થયા પછી પણ ફક્ત 45 કે તેથી વધુ ઉમંરના લોકોને જ આપવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસની બીજી તરંગ તેજ બનતીજોવા મળી રહી છે, હવે એક દિવસમાં એક લાખથી વધુ કેસ નોંધાય રહ્યા છે, જે વિશ્વના કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે, સરકાર કોવિડના નિયમોનું સખ્ત પાલન અનેક પાબંધિઓ અને રસીકરણને વેગ આપી રહી છે.
કેન્દ્રએ 1 એપ્રિલથી ત્રીજા તબક્કાની શરૂઆત કરી છે જેથી રસીકરણને તેજ બનાવી શકાય, તે જ સમયે, દિલ્હી સહિત કેટલાક રાજ્યોએ 24 કલાક વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકાર વધુ લોકોને રસી મળી શકે અને હર્ડ ઈમ્યૂનિટી મળી રહે માટે આ નિર્ણય લીધો છે.
આ મામલે રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ લખ્યું છે કે સરકારી અને ખાનગી કચેરીઓમાં કર્મચારીઓને રસી આપવાની યોજના છે. રાજ્ય સરકારો તેની તૈયારી માટે સંબંધિત કંપનીઓ અને વિભાગોના અધિકારીઓની સલાહ લઈ શકે છે. આ યોજના 11 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. કાર્યકારી ક્ષેત્રની પસંદગી કરવાની જવાબદારી જિલ્લા ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે.નજીકમાં આરોગ્ય કેન્દ્ર હોવું જરુરી છે જેથી કરી ઈમરજન્સીની દરુર પર આરોગ્ય સેવા આપી શકાય.
સાહિન-