- દેશમાં શિક્ષણનું સ્તર બહેતર બનાવવા શૈક્ષણિક ક્ષેત્રે થઇ રહ્યા છે ફેરફાર
- શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે ‘સાર્થક યોજના’ની શરૂઆત કરી છે
- સાર્થક યોજના ઇન્ટરેક્ટિવ અને સમાવિષ્ટ છે
નવી દિલ્હી: દેશમાં શિક્ષણનું સ્તર બહેતર બનાવવા માટે શૈક્ષણિક ક્ષેત્રમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે લાગૂ કરવા માટે ‘સાર્થક યોજના’ની શરૂઆત કરી છે. તેનાથી રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને નવી શિક્ષણ નીતિના લક્ષ્ય તેમજ ઉદ્દેશ્યને સમજવામાં મદદ મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા, શિક્ષણ તેમજ સાક્ષરતા વિભાગે ‘સાર્થક’ યોજનાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી લીધી છે. તેને દેશના 75 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં ઉજવવામાં આવતા અમૃત મહોત્સવ અંતર્ગત જાહેર કરવામાં આવશે. આ સમયે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, સાર્થક યોજના ઇન્ટરેક્ટિવ અને સમાવિષ્ટ છે.
Minister of Education, Government of India Shri @DrRPNishank launched SARTHAQ (Students' And Teachers' Holistic Advancement Through Quality Education) today. pic.twitter.com/WFq3Ngu2Io
— Ministry of Education (@EduMinOfIndia) April 8, 2021
પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારે નવી શિક્ષણ નીતિ માટે 1 વર્ષની કાર્ય યોજના તૈયાર કરી છે. તમામ રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને સ્વીકારી શકે છે. જો તેમને જરૂરિયાત લાગે છે તો તેઓ તેમાં ફેરફાર પણ કરી શકે છે. આ સંબંધમાં મંત્રાલયને લગભગ 7177 સૂચનો પ્રાપ્ત થયા છે.
શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે જણાવ્યું હતું કે સાર્થક યોજના અંતર્ગત કાર્યો અને પ્રવૃત્તિઓને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે, તેમાં લક્ષ્યો, પરિણામો તેમજ સમય રેખાઓનો ઉલ્લેખ કરવામાં આવે. આમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોને 297 કામો સાથે જોડવામાં આવી છે. આ માટે જવાબદાર એજન્સીઓ તેમજ સમયરેખા પણ નિર્ધારિત કરાઇ છે.
(સંકેત)