રવિના ટંડન અને અક્ષય ખન્ના પહેલીવાર સ્ક્રીન શેર કરશે, વેબ સિરીઝ ‘Legacy’માં જોવા મળશે
- રવિના-અક્ષય વેબ સિરીઝમાં સાથે જોવા મળશે
- રવિના-અક્ષય પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે
- ‘Legacy’ વિજય ગુટ્ટેનો પ્રથમ ઓટીટી પ્રોજેક્ટ
મુંબઈઃ બોલિવુડ એક્ટર અક્ષય ખન્ના અને એક્ટ્રેસ રવિના ટંડન ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં સાથે જોવા મળશે.જેનું નામ ‘Legacy’ છે. વેબ સિરીઝને ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના ડાયરેક્ટર વિજય ગુટ્ટે બનાવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે અક્ષય અને રવિના કોઈ પ્રોજેક્ટ માટે સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ શોમાં અભિનેતા વિલનની ભૂમિકા ભજવશે. અગાઉ આ બંનેએ જેપી દત્તાની LOC કારગિલમાં કામ કર્યું હતું,પરંતુ સાથે તેમનો કોઈ સીન નહતો.
વિજય ગુટ્ટે દિગ્દર્શિત સિરીઝમાં રવિના ટંડન અને અક્ષય ખન્ના પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે પરંતુ દુશ્મનના રૂપમાં.તેને ઘણા દેશોમાં શૂટ કરવામાં આવશે. ‘Legacy’ વિજય ગુટ્ટેનો પ્રથમ ઓટીટી પ્રોજેક્ટ છે,અને તે અક્ષય ખન્ના સાથે બીજી વખત કામ કરી રહ્યા છે.અક્ષય ખન્ના તેની સિરીઝ ‘Legacy’ ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે જ રવિના પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે
‘Legacy’ સિવાય અક્ષય ખન્ના ZEE5 ફિલ્મમાં સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેકમાં જોવા મળશે. કોન્ટીલો પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ 2002 ના ગુજરાતના ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા હુમલા પર આધારિત છે. તે ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને સુનીલ ગ્રોવરની સાથે જોવા મળશે.
(દેવાંશી)