દેશમાં કોરોનાનો કહેર યથાવત :1.85 લાખથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં મોતનો આંકડો 1000 ને પાર
- કોરોનાના કેસોમાં રોકોર્ડ બ્રેક ઉછાળો
- કોરોનાના 1.85 લાખથી વધુ કેસ નોંધાયા
- 24 કલાકમાં મોતનો આંકડો 1000 ને પાર
દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણની બેકાબૂ ગતિનો કહેર જારી છે. દેશમાં એક તરફ જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.તો બીજી તરફ કોવિડને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. પહેલીવાર દેશમાં 1 લાખ 85 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો હવે 13 લાખને પાર પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ દોઢ લાખથી વધુ કોરોનાના પોઝિટીવ કેસ આવી રહ્યા છે.
વર્લ્ડોમીટરના જણાવ્યા મુજબ,છેલ્લા 24 કલાક દરમિયાન 1.85 લાખથી વધુ નવા કેસ નોંધાયા પછી ભારતમાં સંક્રમિતોની સંખ્યા 1.38 કરોડને પાર પહોંચી ચુકી છે. જ્યારે 1000 થી વધુ મોતની સાથે કોવિડથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 1,72,115 થઇ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં પોઝિટીવ કેસોમાં વધારા સાથે કોવિડ -19 દર્દીઓની રિકવરીનો દર નોંધવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા છે. તો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓનો ગ્રાફ પણ ઝડપથી વધી રહ્યો છે. કોરોના સંકટને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રમાં આજ રાતના આઠ વાગ્યાથી કડક નિયમો લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ‘બ્રેક ધ ચેન’ નામ હેઠળ 15 દિવસ માટે કલમ 144 લાગુ રહેશે. આ સમય દરમિયાન લોકો ફક્ત આવશ્યક સેવાઓ માટે તેમના ઘરની બહાર જઇ શકશે.
દેવાંશી