1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે

ગુજરાત બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે

0
Social Share

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં લેવાનારી દોરણ 10 અને 12ની પરીક્ષા એકાદ મહિના પાછી ઠેલવાની માગ થઈ રહી છે, ત્યારે શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળા કક્ષાની આ પરીક્ષા લેવાની રહેશે.

રાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાલ શાળા-કોલેજમાં તા. 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. આ વચ્ચે સ્કૂલો દ્વારા એસ.એસ.સી માટે લેવાતી શાળાકક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે, જે મુજબ ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે. આ પહેલાં સ્કૂલોને 15થી 30 એપ્રિલ દરમિયાન શાળા કક્ષાની સૂચના અપાઈ હતી. જોકે કોરોનાની સ્થિતિની જોતાં એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે.

પરીક્ષાને હવે એક મહિના જેટલો જ સમય બાકી છે, સામે કેસ પણ સતત વધી રહ્યા છે તો એકસાથે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી, કેવી વ્યવસ્થા કરવી, કોરોના પોઝિટિવ હોય તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી તેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલન થશે. એ બાદ પરીક્ષા જૂન મહિનાના બીજા સપ્તાહ કે એ બાદ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ 10 અને 12મા ધોરણની પરીક્ષા મોકૂફ રાખીને જૂન મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code