કોરોના વોરિયર્સની તપસ્યાથી કોરોના હારશે અને ગુજરાત જીતશેઃ CM રૂપાણી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના વોરિયર્સ તબીબો અને મેડિકલ સ્ટાફ સતત 24 કલાક કામગીરી કરી રહ્યો છે. કોરોના વોરિયર્સની આ કામગીરીને મુખ્યમંત્રીએ તપસ્યા સમાન ગણાવી હતી. તેમજ કોરોના હારશે અને ગુજરાત જીતશે તમારા ઉપર સૌને આશા છે તેમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી હતી.
ગુજરાતના વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના મારફતે કોરોના વોરિયર્સ અને પ્રજાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મે કોરોના વોરિયર્સનો સંઘર્ષ નજીકથી જોયો છે. તેઓ એક વર્ષથી થાડ્યા વગર સતત પ્રજાની સેવા કરી રહ્યાં છે. તેમની આ કામગીરી તપસ્યા સમાન છે. ગુજરાતની જનતાને કોરોના વોરિયર્સ ઉપર આશા છે કે કોરોના હારશે અને ગુજરાત જીતશે. કોરોના વોરિયર્સ પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોના પીડિત દર્દીઓની સેવાઓ કરી રહ્યાં છે. આજે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ વધ્યાં છે ત્યારે ફરી પ્રજા કોરોના વોરિયર્સ ઉપર આશા રાખીને બેઠી છે. કોરોના મહામારીને કેટલાક તબીબ અને નર્સએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ છતા નિરાશ થયા વગર પ્રજાની સેવા કરી રહ્યાં છો.