દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ ઉગાઉ કોરોનાનો સામનો કરી ચુકેલા લોકો પ્લાઝમાં ડોનેટ કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાનમાં રમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ યુવાને પોતાના રોઝા તોડીને પ્લાઝમા ડોનેટ કરી માનવ ધર્મ નિભાવ્યો છે. જેમને પ્લાઝમા ડોનેટ કર્યાં છે તે બંને હિન્દુ મહિલાઓ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં કોરોના પીડિત 36 વર્ષિય નિર્મલાબેન અને 30 વર્ષીય અલકા નામની મહિલાને પ્લાઝમાની જરૂર હોવાથી મદદની માંગણી કરવામાં આવી હતી. બંને મહિલાઓને એ પ્લસ બ્લડ ગ્રુપના પ્લાઝમાની જરૂર હતી. આ મેસેજ અકીલ મન્સુરી નામના સિવિલ એન્જિનીયરને મળ્યો હતો. હાલ મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનો ચાલતો હોવાથી અકીલ રોઝા રાખી રહ્યો છે. તેમ છતા તેણે પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દર્શાવીને તબીબોનો સંપર્ક કર્યો હતો. અગાઉ કોરોનાની સારવાર બાદ સાજા થયેલા અકીલે પ્લાઝમા ડોનેટ કર્યાં હતા.
તબીબો અકીલને એન્ટિબોડી પરિક્ષણ માટે લઈ ગયા હતા. જ્યાં તેને કંઈક ખાવા માટે તબીબોએ સૂચન કર્યું હતું. જેથી અકીલે રોઝા તોડીને તબીબોના માર્ગદર્શન અન્ન ગ્રહણ કર્યું હતું. ત્યાર બાદ પ્લાઝમાનું ડોનેટ કર્યું હતું. તેમજ બંને મહિલાઓના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.
મનસુરીએ જણાવ્યું હતું કે, માનવી તરીકેની પોતાની જવાબદારી નિભાવી છે. તમામ લોકોએ જરૂરિયાતમંદ લોકોને પ્લાઝ્મા દાન કરવું જોઈએ. યુવાને અગાઉ 3 વખત પ્લાઝમાનું દાન કર્યું છે તેમજ 17 વાર જરૂરીયતમંદ લોકો રક્તદાન કર્યું છે.