ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ક્રિકેટ ટીમ લેશે ભાગઃ BCCIનો નિર્ણય
દિલ્હીઃ વન-ડે, ટેસ્ટ અને ટી-20 ક્રિકેટ ટુનામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળે છે. આઈસીસી રેટીંગમાં ભારત અગ્રેસર છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ ઓલમ્પિકમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરશે. વર્ષ 2028માં રમાનારી ઓલમ્પિક રમોત્સવમાં પ્રથમવાર ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેશે. ક્રિકેટની રમતના નાના ફોર્મેટને ઓલમ્પિકમાં સ્થાન મળે તેવા આઈસીસી પ્રયાસ કર્યું છે. આ અંગે બીસીસીઆઈએ પણ તૈયારીઓ દર્શાવી હોવાનું જાણવા મળે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ ક્રિકેટની રમતના નાના ફોર્મેટને ઓલમ્પિકમાં શામેલ કરવા માટે પ્રયાસ કરી રહ્યુ હતુ. જોકે બીસીસીઆઈ આ માટે તૈયારી દર્શાવી રહ્યુ નહોતુ. જોકે હવે ભારતે પણ આ બાબતે આઈસીસીના પ્રયાસો સાથે સહમતી દર્શાવી છે. આમ પ્રથમ વખત ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવામાં આવશે. જો કે, ઓલમ્પિકમાં ભાગ લેવાને લઈને બીસીસીઆઈએ પોતાની સ્વાયત્તા નહીં છોડવાની શરતે મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. ઓલમ્પિકમાં ભાગ લેનારી ટીમો રાષ્ટ્રીય રમત ગમત સંઘ હેઠળ પહોંચતી હોય છે. તમામ ભારતીય ઓલમ્પિક સંઘ માટે એક વડપણ તરીકે તે કામ કરે છે. જો કે, બીસીસીઆઈએ ભારતીય ઓલમ્પિક સંઘના વડપણ હેઠળ ભાગ લેવા ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં બીસીસીઆઈની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. વર્ષ 2028માં લોસ એન્જલસમાં ઓલમ્પિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે વર્ષ 1998માં કુલુઆલમપુરમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં અજય જાડેજાની કેપ્ટનશીપ હેઠળ ભાગ લીધો હતો. હવે ઓલમ્પિકની રમતમાં ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેશે.