ઉનાળામાં લીંબુનો આ રીતે કરો ઉપયોગ અને જોવો ચહેરા પર ચમક
- લીંબુનો આ રીતે કરો ઉપયોગ
- ચહેરાની રોનક માટે ઉપયોગી છે લીંબુ
- લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં
લીંબુ એક એવી વસ્તુ છે કે, જેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ એટલે કે વિટામિન-સી,લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે અને તે સ્કિન માટે ખુબ જ ઉપયોગી હોય છે.
લીંબુનો ઉપયોગ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ ઝડપથી દૂર થઈ જાય છે અને સ્કિન ક્લિન અને ફેર બને છે. સાથે જ લીંબુમાં રહેલું વિટામિન સી ફ્રી રેડિકલ્સથી થતાં નુકશાનથી પણ બચાવે છે. જો લીંબુને બેકિંગ સોડા સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો તે સ્કિનના ડાઘ-ધબ્બા સાફ કરવા અને ડેડ સ્કિન સેલ્સ દૂર કરવા માટે બેસ્ટ એક્સફોલિએટરનું કામ કરે છે. સ્કિન માટે તે બહુ જ લાભકારી પણ છે.
ખાંડમાં પણ એક્સફોલિએટ ગુણ હોય છે સાથે જ લીંબુમાં વિટામિન- સીની શક્તિ હોય છે. લીંબુ અને ખાંડને મિક્સ કરી તેનું નેચરલ સ્ક્રબ બનાવી સ્કિન પર હળવા હાથે મસાજ કરો. ડેડ સેલ્સ ઝડપથી સાફ થઈ જશે. લીંબુનો આ રીતે ઉપયોગ કરવાથી ત્વચાને રાહત મળે છે. સાથે સાથે તેમાં ચમક પણ આવે છે. પરંતુ આ પ્રકારનો ઉપયોગ કેટલાક લોકોને માફક ન પણ આવી શકે.
દેવાંશી