અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થવાની સાથે ઓક્સિજનની અછત ઉભી થઈ છે. ઓક્સિજનની અછતને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. દરમિયાન ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી જાણીતી સરકારી સમિતિ ઈફ્કો ગાંધીનગર નજીક આવેલા કલોક સ્થિત એકમમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે. એટલું જ નહીં અહીંથી રાજ્યની તમામ હોસ્પિટલોને વિના મૂલ્યે ઓક્સિજન પુરો પાડવાનો નિર્ણય લેવાયો છે. દેશની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને દૂર કરવામાં માટે અન્ય 3 પ્લાન્ટ ઉભા કરશે.
#IFFCO #Oxygen plant in #Kalol will generate medical grade oxygen & fill 700 big D type cylinders daily & also 300 medium B size cylinders on demand which will be supplied to all hospitals free. @narendramodi @PMOIndia @DVSadanandGowda @nstomar @mansukhmandviya @fertmin_india
— Dr. U S Awasthi (@drusawasthi) April 18, 2021
પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ નજીક આવેલા ઈફકોના એકમમાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે. .અહીં તૈયાર થનારા એક ઓક્સિજન સિલિન્ડરમાં 46.7 લિટર ઓક્સિજન હશે. માંગને અનુલક્ષીને આ કારખાનુ દરરોજ 700 મોટા ડી ટાઈપના અને 300 મીડિયમ બી ટાઈપના સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડશે. આ ઓક્સિજન હોસ્પિટલનો ફ્રીમાં પૂરો પાડવામાં આવશે. હોસ્પિટલોએ ખાલી સિલિન્ડર મોકલવાના રહેશે. જો કોઈ હોસ્પિટલ પોતાના સિલિન્ડર નહીં મોકલે તો આ માટે તેણે સિક્યોરિટીની રકમ જમા કરાવવી પડશે. હોસ્પિટલો સિલિન્ડરનો ભરાવો ન કરે તે માટે આ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી મોટાભાગની હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. બીજી તરફ તબીબો અને મેડિકલ સ્ટાફની અછત ઉભી થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ ઓક્સિજન સહિતની જરૂરી વસ્તુઓની પણ અછત ઉભી થઈ છે.