- કોરોનાના કહેર વચ્ચે અનેક બ્રોકરેજ કંપનીઓએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ઘટાડ્યું
- અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કર્યું
- UBSએ તેની જીડીપી વૃદ્વિનું અનુમાન 10 ટકા કર્યું
નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના ઝડપી સંક્રમણ સાથે હવે અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કરી દીધું છે. સ્થાનિક સ્તરે લાદવામાં આવતા લોકડાઉનને કારણે આર્થિક રિકવરીનું જોખમ એ કારણ છે. જ્યારે નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્વિનું અનુમાન 13.5 ટકાથી ઘટાડીને 12.6 ટકા કરી દીધું છે, જેપી મોર્ગને હવે વૃદ્વિનું અનુમાન અગાઉનાં 13 ટકાથી ઘટાડીને 11.5 ટકા કર્યું છે. UBSએ તેની જીડીપી વૃદ્વિનું અનુમાન 10 ટકા કર્યું છે.
ભારતનો જીડીપી વૃદ્ધિ દર ગયા વર્ષની શરૂઆતમાં આવેલા રોગચાળાનાં પહેલાથી ઘટી રહ્યો હતો, નાણાકીય વર્ષ 2016-17 માં આર્થિક વિકાસ દર 8.3 ટકા હતો, જે આગામી બે વર્ષ 2017-18 અને 2018-19માં અનુક્રમે 6.8 ટકા અને 6.5 ટકા પર આવી ગયો છે. તો 2019-20માં તે ઘટીને 4 ટકા થઈ ગઈ છે.
એજન્સી એ અનુમાન કર્યું છે કે રોગચાળોથી પ્રભાવિત નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વિકાસ દરમાં 8 ટકાનો ઘટાડો થશે, છેલ્લા નાણાકીય વર્ષમાં નબળા તુલનાત્મક આધાર સાથે, વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસ દર બે અંકોમાં અને આગામી નાણાકીય વર્ષ 2022-23માં 6.8 ટકા રહેવાનું અનુમાન છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ 10.5 ટકાનો રહેશે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા 12.5 ટકાની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા પખવાડિયાથી કોરોના ચેપની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.
(સંકેત)