નાસા રચી શકે છે ઇતિહાસ, નાસાનું ઇન્જેવિનિટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર પ્રથમ ઉડાન ભરશે
- નાસા આજે રચી શકે છે ઇતિહાસ
- મંગળ ગ્રહ પર નાસાનુ ઇન્જેવિનિટી હેલિકોપ્ટર ભરશે પ્રથમ ઉડાન
- અમેરિકન સમય પ્રમાણે તે ઉડાન ભરી શકે છે
નવી દિલ્હી: નાસા માટે આજનો દિવસ ઐતિહાસિક બની શકે છે. હકીકતમાં, જો બધુ યોગ્ય રીતે પાર પડ્યું તો મંગળ પર નાસાનાં હેલિકોપ્ટર ઇન્જેવિનિટીની પ્રથમ ઉડાન જે અમેરિકન સમય પ્રમાણે સવારે 3.30 વાગે કે પછી પેસેફિક ડેલાઇટ ટાઇમ પ્રમાણે થશે.
પહેલા આ ઉડાણ માટે નાસાએ 11 એપ્રિલનો સમય રાખ્યો હતો, જો કે તે સમયે ટેસ્ટિંગમાં ખરાબી આવવાના કારણે 14 એપ્રિલ સુધી તેને સ્થગિત કરી દેવાયું હતું. 14 એપ્રિલના રોજ ઇન્જેવિનિટીનું ફ્લાઇટ સોફ્ટવેર અપડેટ કરવાને લઇને તેની ફ્લાઇટને રદ કરવી પડી હતી. આજે તે સમય આવી ગયો છે કે જ્યારે નાસા ઇતિહાસ રચી શકે છે.
જો આ મિશનમાં ઇન્જેવિનિટી તેમજ નાસા બંને સફળ થશે તો અંતરિક્ષમાં ઉપસ્થિત કોઇ ગ્રહ પર થનાર આ પહેલી ઉડાણ હશે.
હેલિકોપ્ટર ઇન્જેવિનીટી વિશે
નાસાનું હેલિકોપ્ટર ઇન્જેવિનિટી માત્ર 2 કિલો વજન ધરાવે છે અને તેમાં કોઇપણ પ્રકારનું સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ લાગ્યું નથી. તેની ઉડાનનાં સમયે નાસાનું માર્સ રોવર પરસિવરેન્સ તેના પર પૂરી નજર રાખશે. ઉડાનનાં સમયે આ રોવર પરસિવરેન્સ સતત તેમાંથી મળવા વાળાડેટાને મિશન કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરતો રહેશે.
ઉડાણનાં સમયે જો કે કરોડો કિમિનું અંતર હોવાને લઈને સિગ્નલ ટ્રાન્સફર થવામાં આશરે 15 થી 30 મિનિટનો સમય થશે, આજ કારણ છે કે નાસા તેને લઈને શરૂ થનારી કોમેન્ટ્રી મોડેથી શરૂ કરશે. નાસાનું આ હેલીકોપ્ટર ઈન્જેવિનિટી તેની ઐતિહાસિક ઉડાણની લાઈવ સ્ટ્રીમિંગ કરશે. નાસાનાં એપ, યૂ-ટ્યૂબ ચેનલ, સોશ્યલ મિડિયાનાં વેબપેજ પર જઈને તમે લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ ઉડાનનાં પહેલા નાસાએ તેની સાથે સવાલ જવાબનો પણ એક સેશન રાખ્યો છે, તેનાથી નાસાની તજજ્ઞોની ટીમ મીડિયાને તેના જવાબ આપશે.
(સંકેત)