પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો ખાસ નિર્ણય – 1લી મે થી 18 વર્ષથી ઉપરના લોકોને અપાશે વેક્સિન
- પીએમ મોદીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
- 1લી મેથી 18 વર્ષના ઉપરના લોકોને અપાશે વેક્સિન
દિલ્હીઃ- સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાયરસનું રોદ્ર રુપ જોવા મળી રહ્યું છે ત્યારે દેશની સરકાર વેક્સિનને પ્રાધાન્ય આપવાની તૈયારી કરી રહ્યું છે, જેને લઈને વધુને વધુ લોકોને વેક્સિન આપવામાં આવે અને કોરોના સામેની લડતમાં ટૂંક સમયમાં જીત મેળવી શકાય.
કોરોનાની સમગ્ર સ્થિતિને લઈને હવે કેન્દ્ર સરકારે ખાસ જોહેરાત કરી છે, આ જાહેરાત મુજબ આવનારી 1 લી મેથી સમગ્ર દેશભરમાં 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે
ઉલ્લેખનીય છે કે હાલમાં વેક્સિન લેવાની વય મર્યાદા 45 કે તેથી વધુ છે, જો કે સરકારે હવે આ વય મર્યાદા ઘટાડીને 18 વર્ષ સુધી કરી છે જેને લઈને મોટા ભાગના લોકોને વેક્સિન આપી શકાય, કારણ કે હાલમાં જે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેમાં મોટા ભાગના યુવાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે આવી સ્થિતિમાં વેક્સિન લેવી એક શ્રેષ્ઠ ઉપાય રહેશે, ત્યારે હવે દેશમાં વેક્સિનનું ઉત્પાદન પમ બમણું કરવા આવશે જેથી કરીને પુરતા પ્રમાણમાં વેક્સિનના ડોઝ બની શકે.
અનેક રાજ્યની સરકારે વેક્સિન આપવાની વય મર્યાદા વધારવાની માંગ કરી હતી, ત્યારે હવે સરકારે આ સ્થિતિને જોતા આ ખાસ નિર્ણય લીધો છે જેમાં દરેક એવા લોકો વેક્સિન લઈ શકશે કે જેની ઉમંર 18 વર્ષ છે અથવા તેથી વધું છે.
વેક્સિનના ઉત્પાદન વધારવા માટે સરકાર તરફથી વેક્સિન ઉત્પાદન કપંનીઓને 4 હજાર 500 કરોડ ફાળવવાનો પણ નિર્ણય લીધો છે, જો કે બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે,કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને 3 હજાર કરોડ અને ભારત બાયોટેકને ૧ હજાર ૫૦૦ કરોડ રૂપિયા ફાળવવાની સમગ્ર તૈયારીઓ કરી લીધી છે.
ત્યારે હવે આજ રોજ મંગળવારની સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેક્સિવ ઉત્પાદન કંપનીઓ સાથે ખાસ સંવાદ કરનાર છે, જે વેક્સિનના ઉત્પાદનને બમણું કરવાની બાબતે હોઈ શકે છે.
સાહિન-