પીએમ નરેન્દ્ર મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી વાતચીત,કોરોનાની સ્થિતિ અંગે કરી ચર્ચા
- પીએમએ સીએમ યોગી સાથે કરી વાતચીત
- કોરોનાની સ્થિતિ અંગે જાણ્યા રાજ્યના હાલ
- વિવિધ કામગીરીને લઈને આપી જાણકારી
ઉતરપ્રદેશ :કોરોનાની ગંભીર સ્થિતિ સમગ્ર દેશમાં વણસી રહી છે.અને દરરોજ વધતા કેસ અને મૃત્યુઆંકથી તંત્ર ચિંતિત છે. સરકાર દ્વારા કોરોનાને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે અનેક રાજ્યો સ્વેછિચ્ક લોકડાઉન લગાવવા તરફ અગ્રેસર થયા છે.ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુપીમાં કોવિડ -19 ની સ્થિતિ અને કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની જાણકારી લીધી.
રાજ્ય સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાનને કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને અટકાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. કોવિડ -19 ની રોકથામ માટે આઇસીયુ બેડની ઉપલબ્ધતાની સાથે સાથે ઓક્સિજનનો પુરવઠો અને એક વ્યાપક તપાસ વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે.
પ્રવક્તાના જણાવ્યા મુજબ, વડાપ્રધાને રાજ્યમાં આરટી-પીસીઆર પરીક્ષણો કરતી ખાનગી પ્રયોગશાળાઓ વિશે મુખ્યમંત્રી પાસેથી માહિતી મેળવી. આ સંદર્ભે, મુખ્યમંત્રીએ તેમને કહ્યું કે, રાજ્યમાં 14 ખાનગી પ્રયોગશાળાઓ અને જાહેર ક્ષેત્રની 125 પ્રયોગશાળાઓ કોવિડ તપાસના કામમાં રોકાયેલા છે. આ સંદર્ભમાં અત્યાર સુધીમાં 3 કરોડ 84 લાખથી વધુ કોવિડ તપાસ કરવામાં આવી છે. 18 એપ્રિલના રોજ ખાનગી પ્રયોગશાળાઓ દ્વારા 19 હજારથી વધુ આરટી-પીસીઆર પરીક્ષણો કરવામાં આવ્યા છે.
આ સાથે સીએમએ પીએમને વધુમાં જણાવ્યું કે, અસામાજિક તત્વો દ્વારા અફવા ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે, ખાનગી પ્રયોગશાળા કોવિડની તપાસ નથી કરી રહી.જયારે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે.રાજ્યમાં અત્યાર સુધી લગભગ 17 લાખ કોવિડ તપાસ ખાનગી પ્રયોગશાળા દ્વારા કરવામાં આવી છે.તેમણે કહ્યું કે, અફવા ફેલાવનાર પર રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે.
દેવાંશી