મેઘાલય સરકારનો મોટો નિર્ણય:પર્યટકોના આગમન પર પ્રતિબંધ,કોરોના વધતા લેવાયો નિર્ણય
- મેઘાલય સરકારનો મોટો નિર્ણય
- પર્યટકોના આગમન પર પ્રતિબંધ
- કોરોનાને કારણે લેવાયો નિર્ણય
મેઘાલય: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે. જેને પગલે મેઘાલય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 23 એપ્રિલથી મેઘાલયમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે,એટલે કે અન્ય રાજ્યોના લોકો 23 એપ્રિલથી મેઘાલયની મુલાકાત લઈ શકશે નહીં.
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ રાજ્યમાં કોવિડના કેસોની કથળતા સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સંગમાએ એક ટ્વિટમાં કહ્યું કે, 23 એપ્રિલ 2021 થી મેઘાલય અન્ય રાજ્યોથી આવતા યાત્રીઓ માટે તેના દરવાજા બંધ કરશે,જોકે સ્થાનિક પર્યટન ચાલુ રહેશે.
શિલાંગની તમામ શાળાઓને 4 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે,રાજ્ય બોર્ડની પરીક્ષાઓ શેડ્યુલ મુજબ શરૂ રહેશે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કચેરીઓમાં લોકો 50 ટકા ક્ષમતામાં કામ કરશે. મેઘાલયમાં રવિવારે કોરોના વાયરસના 73 નવા દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં હાલમાં 680 સક્રિય કેસ છે.
દેવાંશી