દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે
(મિતેષ સોલંકી)
- “2021 Norton Cyber Safety Insights” શીર્ષક હેઠળ એક અહેવાલ તાજેતરમાં TheNortonLifeLock દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો.
- ઉપરોક્ત અહેવાલ અનુસાર વર્ષ-2020માં 59% ભારતીય (બેમાંથી એક પુખ્ત વ્યક્તિ) લોકો સાઈબર ગુનાનો ભોગ બન્યા છે.
- દસમાંથી સાત ભારતીયો એવું માને છે કે ઘરેથી કામ કરવાના વાતાવરણના લીધે હેકર્સ આરામથી સાઈબર ગુના આચરી શકે છે.
- ચોકાવનારી બાબત છે કે 52% ભારતીયો સાઈબર ગુનાથી કેવી રીતે રક્ષણ મેળવવું જોઈએ તે અંગે કશું જાણતા જ નથી.
- 90% ભારતીયો જે ઓનલાઈન ચુકવણી કરે છે તેઓ પોતાની અંગત માહિતીનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં છે.
- ભારતનો એક મોટો હિસ્સો (42%) એવું માને છે કે ડિજિટલ વિશ્વમાં પોતાની અંગત બાબતોનું રક્ષણ કરવું શકય જ નથી.
- COVID-19ના કારણે લોક વધુ પડતાં ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત બન્યા છે તેથી 66% લોકો એવું માને છે આપણે સાઇબર ગુનાના જોખમ વધુ ભોગવવા પડે છે.
- જેટલા લોકો સાઈબર ગુણનો ભોગ બને છે તેમાંથી 52% લોકો પોતાના મિત્રોની મદદ લે છે જ્યારે 47% લોકો કંપનીનો સંપર્ક કરીને ગુનાનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરે છે.
- ભારત સરકાર સાઈબર ગુના સંબંધિત બાબતોના સમાધાન માટે I4C (Indian Cyber Crime Coordination Centre)ની સ્થાપના કરી છે.