1. Home
  2. ગુજરાતી
  3. GTUમાં હવે કોરોનાની વેક્સિન લીધી હશે તેવા વિદ્યાર્થીઓને જ પરીક્ષાના ફોર્મ ભરવા દેવાશે

GTUમાં હવે કોરોનાની વેક્સિન લીધી હશે તેવા વિદ્યાર્થીઓને જ પરીક્ષાના ફોર્મ ભરવા દેવાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ તેના નિવારણ માટે વિશેષ પ્રમાણમાં વેક્સિનેશનની શરૂઆત કરી છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ વિન્ટર 2021ના એક્ઝામ માટે ફોર્મ ભરવા માટે વેક્સિનેશનને ફરજિયાત કરી દીધું છે. વેક્સિન લીધી હશે તે જ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ ભરી શકશે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર કર્યા અનુસાર, આગામી 1 મે 2021થી ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના માટે પણ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે.
આ સંદર્ભે જીટીયુ‌ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવિડ-19ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાનિ ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code