ઓક્સિજનની અછત દુર કરવા હવે ભારત સિંગાપુર અને યુએઈથી ઓક્સિજન ટેન્કરની આયાત કરશે
- હવે ભારત લેશે સિંગાપોર અને યૂએઈની મદદ
- ઓક્સિજનનો પુરવઠો આ દેશોમાંથી આયાત કરશે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કેટલાક રાજ્યોમાં ઓક્સિજનના અભાવને જોતા કેન્દ્ર સરકાર સિંગાપોર અને યુએઈ પાસેથી ઉચ્ચ ક્ષમતાવાળા ઓક્સિજન વહન ટેન્કરોની આયાત કરવા માટે વાતચીત કરી રહી છે. આ સાથે જ ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવા માટે, કેન્દ્રોએ રાજ્યોને બંધ ઓક્સિજન પ્લાન્ટ્સને ફરીથી શરુ કરવાના આદેશ આપ્યા છે.
આ સમગ્ર બાબતને લઈને ગૃહમંત્રાલયે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ દેશમાં કોરોનાના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા પછી રાજ્યોને આ સૂચનાઓ આપવામાં આવી છે. અલગ અલગ મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રએ તમામ રાજ્યોને પોતપોતાના અધિકારક્ષેત્રમાં ઓક્સિજન ઉત્પાદકોની સૂચિ તૈયાર કરવા જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે ઓક્સિજનની જ્યા વધુ માંગ છે તેવા સ્થળોએ પુરવઠો સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્સિજનની સરળ ગતિવિધિ માટે ગૃહ મંત્રાલય ભારતીય વાયુ સેનાના પરિવહન વિમાન દ્વારા સિંગાપુર અને યુએઈ સહિતના અન્ય દેશોમાંથી ઉચ્ચ-ક્ષમતાવાળા ઓક્સિજન ટેન્કરો મંગાવવા માટે વાતચીત કરી રહ્યું છે સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રીએ ઓક્સિજનનો પુરવઠો વધારવા માટેના અનેક પગલા સૂચવ્યા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજન પરિવહન વાહનોની પૂરતી સલામતી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
સાહિન-