‘કાજલ’ મહિલાઓની આંખોને બનાવે છે સુંદર, આંખોને સ્વસ્થ રાખવા ઘરે બનાવેલ કાજલનો ઉપયોગ બેસ્ટ
- કાજલથી મહિલાઓની આંખો સુંદર દેખાય છે
- સુંદરતા સિવાય પણ કેટલાક કારણોથી કાજલ લગાવવામાં આવે છે
મહિલાઓ પોતાને સુંદર દેખાડવા અનેક મેકઅપ કે કોસ્મેચટિક વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે, ખાસ કરીને મહિલાઓને કાજલ લગાવવું ખૂબવપસંદ હોય છે , પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ શા માટે કાજલ લગાવે છે ? મહિલાઓના કાજલ લગાવવા પાછળ અનેક તર્ક હોય છે , કોઈ આંખોની સુંદરતા વધારવા માટે કાજલનો ઉપયોગ કરે છે તો કોઆ નજરથી બચવા માટે કાજલનો ઉપયોગ કરે છે, પરંતુ કાજલ મહિલાઓની આંખોનું સુંદર આભુષણ કહીએ તો નવાઈ નહી.
આ સમયમાં મહિલાઓ પેંસિલ કાજલનો ઉપયોગ કરે છે.કાજલ તમારી આંખોનો પ્રકાશ વધારવામાં પણ મદદ કરે છે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આંખોનો પ્રકાશ વધારવા માટે, તમારે હંમેશાં ઘરે બનાવેલ કાજલનો જ ઉપયોગ કરવો.કાજલનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી આંખો સૂર્યપ્રકાશથી સુરક્ષિત છે. ઘણીવાર, આંખો સૂર્યમાંથી પડતા પ્રકાશથી લાલ થાય છે અને આંખોમાંથી પાણી આવવાનું શરૂ થાય છે ત્યારે કાજલ તેનાથી રક્ષમ આપે છે.
પ્રાચીન માન્યતા પ્રમાણે કાજલ તમારા બાળકોને દુષ્ટ નજરથી પણ સુરક્ષિત કરે છે. પહેલા દાદી ઘરે કાજલ બનાવતા અને બાળકોના કપાળ અથવા કાન પાછળ ટપકું કરતા હતા અને કહેતા હતા કે “કોઈની નજર ન લાગે”.કાજલ ફક્ત આંખોની સુંદરતા વધારવાની સાથે સાથે જીવન માં ચાલી રહેલ પરેશાનીઓથી છૂટાકૃરો આપે છે અર્થાન આપણાને લાગતી જનરથી કાજલ બચતાવે છે આવું પ્રાચીન સમયથી માનવામાં આવે છે
- કાજલ લાગવવાથી સ્ત્રીઓની આંખો વધુ આકર્ષક અને સુંદર દેખાય છે.સ્ત્રીઓની સુંદર આંખો પાછળ કાજલ જ સૌથી મહત્વપૂર્ણ પાત્ર ભજવે છે
- કાજલ વિના મહિલાનું મેકઅપ અપૂર્ણ લાગે છે અને તેથી તમે દરેક સ્ત્રીના પર્સ અથવા મેકઅપ કિટમાં કાજલ જોઈ શકો છો.
- રાત્રે સુતા પહેલાં પુરુષોએ પણ કાજલ લગાડવી જોઇએ જેથી તમારી આંખો તંદુરસ્ત રહે.આંખોમાં કાજલ અનેક રીતે ફાયદાકારક છે.તે આંખના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
- આંખોમાં કાજલ લગાવવાછી રોશની વધે છે અને તજ બને છે.જો તમે દરરોજ સૂતાં પહેલાં કાજલ લગાવી ને સુઈ જાવ તો તમારી દ્રષ્ટિ વધે છે
- કાજલ લગાવવાથી આંખોમાં વધારે પાણી આવવું અટકે છે અને આંખોની ગંદકી સાફ કરે છે.
- ઘરે બનાવેલુ કાજલ સુરક્ષિત હોય, ઘરે બનાવેલુ કાજલ સુરક્ષિત હોય તેવુ માની ન લેવાય. તેમાં પણ કાર્બન હોય છે જે બાળકની આંખો માટે હાનિકારક છે.
- તમારી આંગળીમાંથી બાળકની આંખમાં ઈન્ફેક્શન લાગી શકે છે. આથી આંખમાં કાજલ કરવાનું ટાળવુ જોઈએ.
સાહિન-